ઘઉં ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,રાજકોટ બાજુ ઘઉં નો બોલાયો એટલો જબરદસ્ત ભાવ કે જાણીને…

0
948

મિત્રો આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણમાં થતા અવનવા ફેરફારના કારણે આ વર્ષે ઘઉંના પાકમાં પ્રમાણસર ઉત્પાદન જોવા મળ્યું ન હતું તેના કારણે પાક ની માંગ વધતા આ વર્ષે ઘઉંના ભાવ સારા એવા નોંધાયા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.રાજ્યના અલગ અલગ માર્કેટ યાર્ડમાં સારા ભાવે ઘઉં વેચાય રહ્યા છે.પાકના સારા ભાવ મળતા ગયા વર્ષ ના વાવાઝોડા ના કારણે થયેલ નુકશાની સામે વળતર મળ્યું તેમ કહી શકાય.

મિત્રો આપણે જાણતા જ હશુ કે ભારતમાં ઘઉંનું સારું એવું ઉત્પાદન થઇ રહું છે અને માંગ વધતા ઘઉં ના ભાવ એતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. વિશ્વમાં માત્ર બે થી ત્રણ દેશ જ એવા છે કે જે જ્યાં ઘઉંનું ઉત્પાદન થાય છે.રશિયા અને યુક્રેન માં ચાલતાં યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં ઘણી મોટી અસર પહોંચી છે.આ વર્ષે ભારતમાં ઘઉં નું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે.

ઘઉંના સરેરાશ ભાવ 2370 રૂપિયાથી લઈને 2642 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા છે અને સૌરાષ્ટ્ર ની બગસરા માર્કેટ યાર્ડ માં તેનો સરેરાશ ભાવ 2362 રૂપિયાથી 2450 રૂપિયા સુધી બોલાઇ રહ્યો છે.બનાસકાંઠા ની પાલનપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2405 થી 2550 રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે દાહોદ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2400 થી 2452 રૂપિયા સુધી બોલાયો છે.

સૌરાષ્ટ્ર ની અમરેલી માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2415 થી લઈને 2520 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ગાંધીનગર ની દહેગામ માર્કેટયાર્ડ માં ઘઉંના 2370 થી 2420 ભાવ જોવા મળ્યા હતા.ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2500 થી 2600 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.પાટણ ની સિદ્ધપુર માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2642 થી લઈને 3020 રૂપિયા સુધી બોલાયો હતો

જૂનાગઢ ની વિસાવદર માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2265 થી લઈને 2410 રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે મહેસાણા ની વીસનગર માર્કેટયાર્ડમાં ઘઉંના 2377 થી 2605 ભાવ જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્ર ની ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2360 થી 2370 રૂપિયા સુધી પહોંચી ગયા હતા.આપણે જણાવી દઈએ કે ઉપરોકત આપેલ તમામ ભાવ કવીન્ટલદીઠ પ્રમાણે આપેલા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.