છેને બાકી ગજબ! વધુ એક ક્યુટ બાળકનો વિડીયો થયો વાયરલ – વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

0
4028

તમે સોશિયલ મીડિયામાં બાળકોના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. અમુક વખત સોશિયલ મીડિયામાં બાળકોના એવા રમૂજી વીડિયો વાયરલ થતાં હોય છે. જેને જોઈને આપણે ખડખડાટ હસી પડીએ છીએ. ત્યારે હાલમાં એક નાનકડી બાળકીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. થોડાક દિવસો પહેલા જ સુરતના એક નાનકડા બાળકો નો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.

ત્યારે હાલમાં એક નાનકડા બાળક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળકની માતા બાળકને શીખવાડી રહી છે. આ દરમિયાન બાળક રડવા લાગે છે. જ્યારે બાળક રડવા લાગે છે.

ત્યારબાદ માતા બાળકને ભણવા માટે પ્રેરિત કરતી દેખાઈ રહી છે. ત્યારે બાળક પોતાની માતાને કહે છે કે, સ્કૂલમાં માત્ર અડધો કલાક જ ભણાવવામાં આવે છે અને તું લાંબો સમય ભણાવી રહી છું. આટલું કહીને બાળક રડવા લાગે છે.

ત્યારે બાળકની માતા બાળકને સમજાવતા કહે છે કે, ભણશો તો કંઈક બની શકશો. ત્યારે બાળક તેની માતાને કહે છે કે તે એન્જિનિયર બનશે. આ ઉપરાંત બાળક એક રમૂજી વાત કરે છે. બાળક પોતાની માતાને કહે છે કે, એન્જિનિયર બનવા માટે ભરવું પડતું નથી. આ વિડીયો IPS ઓફિસર DIPANSHU KABARએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે.

આ વિડીયો 3 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ ઉપરાંત 14 હજારથી પણ વધારે લોકોએ વિડીયો અને પસંદ કર્યો છે. વિડીયો જોઈને ઘણા લોકો બાળકની આ વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યા છે. ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.