આ રિક્ષાચાલકે પોતાની રિક્ષા માં એવો જુગાડ કર્યો કે તેમાં બેસતા જ આવે હાઇફાઇ કાર માં બેસવાની ફિલિંગ,જુઓ વિડિયો

0
23

સોશિયલ મીડિયા પર જુગાડ ના ઘણા બધા વીડિયો વાયરલ થતાં હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જે આપણને વિચારમાં મૂકી દેતા હોય છે કે આ કંઈ રીતે શક્ય બન્યું.હાલમાં સોશિયલ મીડિયા પર એક રિક્ષા નો વીડિયો ધડાધડ વાયરલ થઈ રહ્યો છે અને રિક્ષાની સીટે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે.

આપણે ઘણી બધી એવી રિક્ષા જોઈ હશે જેમાં વાઇફાઇ થી લઈને ન્યૂઝ પેપર સુધી ની અનેક પ્રકાર ની વીઆઇપી સુવિધાઓ મળતી હોઈ છે.પરંતુ આ રિક્ષા બધાથી અલગ છે.આ રિક્ષા ચાલકે તેની સવારી માટે અલગ જ વ્યવસ્થા ઉભી કરી છે

જેના કારણે લોકો રિક્ષા માં મુસાફરી કરતી વખતે આરામદાયક મુસાફરી કરી શકે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ઓટો રિક્ષા રસ્તા પર ચાલી રહી છે અને તેમાં મુસાફર તરીકે બેઠેલી મહિલા આનો વીડિયો બનાવી રહી છે

તે રિક્ષા ની સીટ થી ખૂબ જ પ્રભાવિત થઈ છે.કારણ કે આ ઓટોમાં કારની સીટ હોય તેવી સીટ છે જેમાં બેસતા આપણને હાઇફાઇ કાર માં બેઠા હોય તેવી અલગ જ ફિલિંગ આવે.

આ વીડિયો ટ્વીટર પ્લેટફોર્મ પર ટ્વીટ કરવામાં આવ્યો છે.@Vaishnavi offl નામના યુઝરે શેર કર્યો હતો અને તેને કેપશન માં લખ્યું હતું કે આ રિક્ષા ચાલક વર્ષ 3000 માં જીવી રહા છે અને આ ટ્વીટ ખૂબ જ વાયરલ થયું હતું.