અરેરે નવુ કંઇક આવુ! 4 માર્ચ ના રોજ ચંદ્ર સાથે ટકરાશે આ રોકેટ,વધુ એક આફતે વધારી ચિંતા

0
27

આ પહેલા એસ્ટ્રોનોમી નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રોકેટ ચીન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે બેઇજીંગ ના ચંદ્ર સંશોધન કાર્યક્રમનો હિસ્સો રહી ચૂક્યો છે. તાજેતરમાં છપાયેલ ખાનગી અહેવાલ પ્રમાણે એસ્ટ્રોનોમી નિષ્ણાતોએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે રોકેટ SpaceX ની બનાવટ છે

જેનો સાત વર્ષ પહેલા વિસ્ફોટ થયો હતો અને પોતાના મિશન ને પૂર્ણ કર્યા બાદ અંતરિક્ષ માં જ છોડી દીધું હતું પરંતુ ત્યાર બાદ ખબર પડી કે આ રોકેટ ચીને બનાવેલું છે.રિપોર્ટસ ના ખુલાસા મુજબ આ રોકેટ નું નામ 2014-065B છે જે 2014 માં લોન્ચ કરવામાં આવેલ ચીની મૂળ મિશન Change’e 5-T1 નો એક બૂસ્ટર હતું.

તેના વિશે એસ્ટ્રોનોમર જોનાથન મેકડોવેલે પણ ટ્વીટ કર્યું હતું.જોનાથ સ્પેસ માં ફેલાયેલ કચરાને રેગ્યુલેટ કરવાની માંગ સાથે પોતાનું પક્ષ રાખી રહ્યું છે.તમને જણાવી દઈએ કે 4 માર્ચ ચંદ્ર ના ભાગમાં રોકેટ ક્રેશ થવાની સંભાવના છે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલય સોમવારે દાવાને ફગાવી દીધો હતો

અને કહ્યું હતું કે બુસ્ટર સુરક્ષિત રીતે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશયુ હતું અનેં સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગયો હતો.ચીને સ્પેસ સુપરપાવર બનવાની પોતાની દ્રષ્ટિ નક્કી કરી છે અને ગયા વર્ષે તેના નવા સ્પેસ સ્ટેશન પર સૌથી લાંબુ કુ મિશન લોન્ચ કરીને ઐતિહાસિક પગલું ભર્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.