ડુંગળીના ભાવમાં મોટા ફેરફાર થતા રાજ્યની માર્કેટ યાર્ડ પાકથી છલકાઇ,જાણો આજના તાજા બજાર ભાવ

0
370

કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને અસર થઈ હતી આથી આ વર્ષે ડુંગળીની આવક એક મહિનો મોડી થઈ હતી. દર વર્ષે માર્ચ મહિનામાં નાસિકની ડુંગળી નું આગમન થઈ જાય છે પરંતુ હવે કમોસમી વરસાદના કારણે નાસિકની આવક આવતા મહિને થી શરૂ થશે. ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને મહુવામાં સરેરાશ ડુંગળીના ભાવ ઘટીને ચારસો રૂપિયાની અંદર આવી ગયા છે.

જોકે હજી બીજા યાર્ડ ની તુલનાએ ભાવ નીચા ક્વોટ થઇ રહ્યા છે.આગામી દિવસોમાં ડુંગળીની બજાર માં મણે ઓછામાં ઓછા 50 રૂપિયાનો ઘટાડો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. મહુવામાં લાલ ડુંગળી ના 43,000 થેલાના વેપાર સામે ભાવ 80 થી 387 હતા ત્યારે સફેદ ડુંગળી ની 70000 થેલા ના વેપાર સામે ભાવ 120 થી 273 ના ભાવ જોવા મળ્યા હતા.

સફેદ ડુંગળી ના 12 હજાર થેલા ના વેપાર સામે ભાવ 106 થી 186 ના હતા. રાજકોટમાં ડુંગળીના ભાવ 45 થી 250 ના ભાવ હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની મબલખ આવક થયેલ છે. છેલ્લા બે અઠવાડિયાથી ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

મહુવામાં અમુક વકલ માં ડુંગળી નો ભાવ 400 ઉપરના હતા બાકી તમામ સેન્ટરમાં સારી ડુંગળીના ભાવ 300 થી 350 વચ્ચે જ ક્વોટ થાય છે. રાજકોટમાં ડુંગળીના ભાવ 50 થી 330 હતા. મહુવામાં લાલ ડુંગળીની 50000 થેલા ના વેપાર સામે 75 થી 442, સફેદ ડુંગળીના 54 હજાર થેલા ના વેપાર સામે 139 થી 293 ના ભાવ હતા.

ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો રાજકોટમાં 50 થી 330, મહુવામાં 75 થી 434, ભાવનગરમાં 110 થી 380, ગોંડલ માં 71 થી 341, જેતપુરમાં 71 થી 341, વિસાવદરમાં 85 થી 281, જસદણમાં 250 થી 251, તળાજા માં 65 થી 311, ધોરાજી 35 થી 241,અમરેલી માં 180 થી 350 જોવા મળ્યા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.