નશાની હાલતમાં કારમાં લગ્નમાં જઈ રહેલા 4 મિત્રોને કાળ ભેટી ગયો – ગામમાં એકસાથે 4 અર્થી ઉઠતા ગામના લોકો ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડયા…

0
184

હાલમાં બનેલી એક દુઃખદાયક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં એક સાથે ચાર મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર ટ્રક સાથે કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે કારની અંદર છ મિત્રો સવાર હતા. જેમાંથી બે મિત્રોએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

બાકીના ચાર મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય બે મિત્રોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલમાં બે મિત્રોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના કાનપુરમાં બની હતી.

આ ઘટનાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું અને ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર મળે તે માટેની સૂચનાઓ પણ આપી હતી. માહિતી અનુસાર 6 મિત્રો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહેલા 6 મિત્રો ઉદેતપુર રહેવાસી હતા અને તેઓ રમઈપુર લગ્નમાં જઈ રહ્યા હતા.

લગભગ રાત્રે 12 વાગ્યાની આસપાસ તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. તે મિત્રો એ ઘટના સ્થળ પર જ દમ તોડયો હતો અને બે મિત્રોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે લગ્નમાં જઈ રહેલા 6 મિત્રો નશાની હાલતમાં હતા. કારચાલક નશાની હાલતમાં તો આ કારણોસર કાર બેકાબુ બની ગઈ હતી અને ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં 18 વર્ષીય નિનિત, 19 વર્ષીય રામજી, 18 વર્ષીય સંદીપ પાલ અને 20 વર્ષીય અભિનીષ પાલનું મૃત્યુ થયું છે.

આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. એકસાથે ગામમાંથી ચાર મિત્રોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. માહિતી અનુસાર તમામ મિત્રો સાથે ભણતા હતા. મૃત્યુ પામેલા મિત્રોમાંથી ત્રણ મિત્રો પરિવારના એકના એક પુત્ર હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.