સાચા પક્ષીની જેમ કુત્રિમ ઉડતા પક્ષી નો વિડીયો થયો વાયરલ, વિડીયો જોઈને તમે પણ કહેશો કે…

0
232

આસમાનમાં ઉડવાની ઈચ્છા કોને નથી હોતી…? સૌ કોઈ સ્વતંત્ર રીતે આકાશમાં ઊડવાની ઈચ્છા ધરાવે છે .એક પક્ષીને તમે પાંજરામાં પુરી રાખો છો અને એક દિવસ તમે તેને આ પાંજરામાંથી મુક્ત કરો છો તો તે એટલી અદ્ભુત ઉડાન ભરે છે કે તે સૌ કોઈનું મન મોહી લે છે.

પક્ષીઓ જયારે સ્વતંત્ર રીતે પોતાની બંને પાંખો વડે આસમાની સહેર કરતા હોય છે, ત્યારે દરેક લોકોનું મન થાય છે કે તેઓ પણ આ રીતે આસમાની સહેર કરે… માણસ તો હવામાં ઉડી નથી શકતો પરંતુ આ વ્યક્તિએ પોતાના બુદ્ધિ ચાતુર્ય થી કાગળનું એક એવું પક્ષી બનાવ્યું કે જે એક સાચા પક્ષીની માફક જ હવામાં ઊડી શકે છે.

હાલ, સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જેમાં તમે જોઈ શકો છો કે કાગળ માંથી બનાવેલા આ પક્ષીને એક ઝાટકા સાથે હવામાં લઈ જતા તે એકદમ સજીવ પક્ષીની જેમ ઉડવાનું ચાલુ કરે છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. અને તેને બનાવવાવાળા ના વખાણ પણ કરવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે AMAZING INNOVATIONS નામના એકાઉન્ટ પરથી આ વિડિયો શેર કરવામાં આવ્યો છે. અને લાખોની સંખ્યામાં તેને વ્યૂઝ મળી રહ્યા છે. લોકો આ અદભુત ઉડાન જોઈને ખૂબ જ માત્રામાં ટ્વિટ કરી રહ્યા છે. આ વિડીયોની હાલ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.

કાગળ માંથી બનેલા આ પક્ષીની ઉડાન જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પક્ષી ની રચના પણ ખૂબ જ મનમોહક છે. આ ઉપરાંત એક યુઝર્સે તો ટ્વિટ કરીને લખ્યું હતું કે, મને લાગે છે કે આ પક્ષી ની અંદર કોઈ મશીન છે…. સૌ કોઈ આ કુત્રિમ પક્ષીને જોઇને અચરજ પામ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.