ઘઉં ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી,યુક્રેન અને રશીયા ના યુદ્ધ ના કારણે ઘઉં ના ભાવમાં થયો મોટો વધારો,જાણો

0
374

વધતી જતી મોંઘવારી વચ્ચે ફરી એકવાર ઘઉંના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે. અન્ય અનાજ અને કઠોળના ભાવમાં સ્થિરતા જોવા મળે છે પરંતુ એક માત્ર ઘઉંના ભાવ એવા છે કે જેમાં ફરી એકવાર વધારો થયો છે. સમગ્ર દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે ત્યારે મધ્યમ વર્ગીય પરિવાર માટે ફરી એકવાર બજેટ ખોરવાયું છે.

ભાવ વધારો થતાં લોકો ફરી એકવાર જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે મૂંઝવણ માં પડ્યા છે. તો બીજી બાજુ અન્ય અનાજ અને કઠોળના ભાવમાં સ્થિરતા જણાતા લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે. તો આવો તમને ઘઉંના ભાવ વિશે જણાવીએ…

ટુકડી ઘઉં ના ભાવ હાલ 28થી 30 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યા છે. આ ઉપરાંત શરબતી ઘઉં 30 થી 35 રૂપિયા પ્રતિ કિલો, રજવાડી ઘઉં 28 થી 30 રૂપિયા પ્રતિ કિલો અને દાઉદખાની ઘઉં ૩૫ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ રહ્યા છે. ઘઉં જીવન જરૂરિયાતની વસ્તુઓનો જ એક પ્રકાર છે જેના ભાવો આજે વધતા જણાય છે.

ઘઉંના ભાવમાં વધારો થવાનું એકમાત્ર કારણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પણ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે, આ બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંના ભાવ પર મોટી અસર પડી છે. રશિયા પણ એવો દેશ છે કે, જ્યાં મોટા પ્રમાણમાં ઘઉં નું ઉત્પાદન કરવામાં આવતું હોય છે પરંતુ તે યુદ્ધમાં ફસાયું હોવાથી આ વર્ષે ત્યાં ઘઉં ઉત્પાદન થયું નથી. જેથી ભારતમાં ઘઉંના ભાવમાં વધારો થયો છે.

ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન ના સેક્રેટરી કમલેશ શાહ કેવું છે કે, વધતી જતી મોંઘવારીના કારણે લોકો ભારે મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે, ત્યારે કઠોળના ભાવોમાં વધારો ના થતાં તેઓ રાહત પણ અનુભવી રહ્યા છે. તેઓએ એ પણ કહ્યું હતું કે, આ ભાવ વધારો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે છે.ક્યાં સુધી જનતાને મોંઘવારીનો માર પડતો રહેશે? તે જોવાનું રહ્યું.પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વચ્ચે ઘઉંના ભાવ વધતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.