ભારત ના આ ગામની મીઠાઈ ખાવાના શોખીન છે મુકેશ કાકા અંબાણી નું આખું પરિવાર,આ મીઠાઈ ની ડીલીવરી પણ હેલિકોપ્ટરથી થાય છે…

0
216

અંબાણી પરિવાર નું નામ સાંભળતા જ આપણા મનમાં ઘણી બધી ઉત્સુકતા જાગતી હોય છે. આપણને તેમના વિશે અવનવી વાતો સાંભળવી ખૂબ જ ગમતી હોય છે. ત્યારે આજે તેમના વિશે આવી જ એક રોચક જાણકારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અંબાણી પરિવાર ખૂબ જ લક્ઝરિયસ રીતે પોતાની જિંદગી જીવે છે.

તેઓને નાની-મોટી વસ્તુઓ ક્યાં પસંદ પડે છે! તેઓની જીવન જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ પણ દેશ-વિદેશથી આવતી હોય છે.ત્યારે આજે આપણે વાત કરીશું તેઓના ભોજન વિશે, તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી કે જે વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન છે.

તેઓને ગુજરાતી ખાવાનું જ પસંદ પડે છે. આ સાથે તેમનો પરિવાર પણ ગુજરાતી ડીશ ખાવાનું વધારે પસંદ કરે છે. મીઠાઈ ની વાત કરીએ તો કોઈ મોટી હોટલ કે રેસ્ટોરંટમાંથી મીઠાઈ મંગાવવામાં આવતી નથી. તેવો એક નાનકડા ગામની મીઠાઈ ખાવાનું વધારે પસંદ કરે છે. આ મીઠાઈ શુદ્ધ અને ખુબ જ સરસ આવે છે.

ત્યારે આ નાનકડું ગામ ઉત્તર પ્રદેશનું તિલ્હાર ગામ છે. જી હા, તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈ લક્ઝુરિયસ હોટેલ માંથી નહીં પરંતુ ઉત્તર પ્રદેશના નાનકડા એવા ગામમાંથી અંબાણી પરિવાર મીઠાઈ મંગાવે છે. દૂધને ઉકાળીને બનાવવામાં આવતી આ મીઠાઈ ટીના અંબાણી ને ખૂબ જ પસંદ છે. માટે ઘણા સમયથી આ જ ગામ ની મીઠાઈ મંગાવતા રહે છે.

આ ઉપરાંત આ ગામ પણ મીઠાઈ માટે ખૂબ જ જાણીતું છે. કોઈપણ શુભ પ્રસંગે કે આ દિવસે આ મીઠાઈ મંગાવવામાં આવે છે. હેલિકોપ્ટર દ્વારા આ મીઠાઈ ને અંબાણી પરિવાર સુધી લાવવામાં આવે છે.અંબાણી પરિવાર નું નામ સાંભળીએ ત્યારે જ આપણા મનમાં અવનવા વિચાર આવતા હોય છે. તેઓની દરેક વસ્તુ ખૂબ જ મોંઘી અને આલીશાન હોય છે. ત્યારે નાનકડા એવા ગામ ની મીઠાઈ તેમને ખૂબ જ પસંદ આવે છે.

છે ને આ રોચક વાત! આ ગામની મીઠાઈ મંગાવવા માટે તેઓ હેલિકોપ્ટર મોકલે છે અને આ ગામમાં ખાનગી રીતે હેલીકોપ્ટર ઉતારવામાં પણ આવે છે. આ ગામની મીઠાઈઓ અંબાણી પરિવાર ને એટલી પસંદ છે કે તેઓ ઘણીવાર હેલિકોપ્ટર થકી તેને મંગાવતા હોય છે.ખૂબ જ શાહી જીવન જીવવાની સાથે તેઓ પોતાની ગુજરાતની સંસ્કૃતિ પણ જાળવી રાખે છે. તેઓ તમામ રીતરિવાજો અને સંસ્કૃતિઓ બખૂબી નિભાવે છે. વૈભવતા ની સાથે સાથે જ્યારે સંસ્કાર પણ હોય ત્યારે તેની વાત જ નિરાળી કહેવાય.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.