ડુંગળી ના પાક નો સારો એવો ભાવ મળતા જગતનો તાત ખુશખુશાલ, માર્કેટિંગયાર્ડમાં ડુંગળીની થઈ મોટા પ્રમાણમાં આવક

0
41

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળી ના પાક નું મબલખ ઉત્પાદન થયું છે. જેના પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં મોટા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો વેચાણ માટે આવી રહ્યો છે. હાલમાં ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવનગર યાર્ડ માં જગ્યા પણ ઓછી પડી રહી છે. ખેડૂતોએ ડુંગળીના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. જેને લઇને ખેડૂતો અને વેપારીઓ પણ ખુશ છે

ત્યારે આવનારા દિવસોમાં ડુંગળીના ભાવ આજ પ્રમાણે સ્થિર રહે તેવી ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે.ભાવનગર જીલ્લો એટલે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો છે ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થતાં હાલમાં ડુંગળીનું ઉત્પાદન નો મબલખ પાક ભાવનગર અને મહુવા યાર્ડ માં વેચાણ માટે આવી રહ્યો છે.

ડુંગળી નો સારો ભાવ મળતા જિલ્લાના તાલુકા મથકો પરથી ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લાના યાર્ડમાં દૈનિક 60 થી 70 હજાર ગુણીની આવક થઈ રહી છે. જોકે માર્કેટયાર્ડ કેપેસિટી ઓછી પડતા નારી ચોકડી પાસે સબ યાર્ડ માં ડુંગળી વેચાણ માટે મુકાઇ રહી છે. શનિવારે યાર્ડમાં ડુંગળીના 70 હજાર ગુણીની આવક થઈ હતી અને છેલ્લા પાંચ દિવસથી ડુંગળીની આવકમાં સતત વધારો નોંધાયો છે.

યાર્ડમાં દિવસ દરમિયાન તબક્કાવાર હરાજી કરાય તો પણ માંડ 50 થી 60 હજાર ગુણીની હરાજી કરી શકાય તેવી સ્થિતિ છે. સતત ડુંગળીની આવક થી યાર્ડ ખીચોખીચ ભરાઈ ગયા છે. થોડા સમય પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ને લઈને સારા ભાવ મળે તે માટે નિકાસ થી લઈને અમુક બાબતોમાં ધ્યાન આપે તેવી સૂચન કરવામાં આવ્યા હતા ત્યારે હાલમાં ખેડૂતો ને ડુંગળીના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે.

350 થી 575 સુધીના ભાવે 20 કિલો ડુંગળી વેચાઈ રહી છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે અને આ ભાવ કેટલા દિવસ મળે તે નક્કી ના કહેવાય.જેમ વધારે ડુંગળીની આવક થશે તેમ ભાવ ઘટવાની શક્યતાઓ રહેલી છે ત્યારે જાણકાર ખેડૂતોના કહેવા પ્રમાણે આ વર્ષે ડુંગળીના પાકમાં રોગચાળો અને પાછોતરા વરસાદને લીધે ડુંગળીનું ઉત્પાદન ઘટશે અને મોટી માત્રામાં ડુંગળીની આવક લાંબા દિવસો નહીં થાય.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.