સરહદ પર રહેલા સૈનિકો દેશની સેવા માટે પોતાનો જીવ પણ કુરબાન કરવાની તાકાત ધરાવે છે. રાત-દિવસ એક કરીને તેઓ દેશની સેવા કરે છે. પોતાનો એક પણ વાર વિચાર કર્યા વગર દેશ માટે પોતાનો જીવ કુરબાન કરવા તૈયાર રહેતા હોય છે. સલામ છે આવા વીરો ને…!
આવા જ એક જવાન વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે દેશ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા કરસનભાઈ આંબલીયા રાજસ્થાન બીએસએફ ખાતે પોતાની ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમની સાથે એક કરુણ ઘટના બનવા પામી હતી.
તેમની ફરજ દરમિયાન બંદૂકની ગોળી નું મિસ ફાયર થઈ જતા તેઓને ગોળી લાગી હતી. અને તેના કારણે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફરજ પર તૈનાત આ સૈનિક આકસ્મિક રીતે મૃત્યુ પામતા પરિવારજનોમાં શોકનું માહોલ છવાઇ ગયો હતો. તેઓ શહીદ થઈ જતા પરિવાર વેરવિખેર થયો હતો.
મળતી માહિતી અનુસાર, કરશનભાઈ આંબલીયા 18 વર્ષથી મીલેટરી માં ફરજ બજાવતા હતા. થોડા જ સમયમાં તેઓ નિવૃત પણ થવાના હતા પરંતુ અણધારી રીતે આ બનાવ બનતા તેઓનું નિધન થયું છે. આ ઘટનાની પગલે સમગ્ર ગામ લોકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. આ જવાનની બે દીકરીઓ છે કે જેઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ ઘટના બનતા કરશનભાઈ આંબલીયા ને પોતાના વતન લઈ આવવામાં આવ્યા હતા. સવારે દસ વાગ્યાના અરસામાં તેઓને ગાડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજ ઓઢાડીને અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં તેમના પરિવારજનો અને આજુબાજુના ગામડાંના લોકો જોડાયા હતા. દેશ માટે શહીદ થનારા આ જવાન ને લોકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.