લગ્નની ખુશીઓ શોકમાં ફેરવાઈ,લગ્નની કંકોત્રી આપી ને ઘરે પરત ફરતી વખતે ગંભીર અકસ્માત થતા આ યુવકે ગુમાવ્યો પોતાનો જીવ

0
26

હાલમાં આપણે બધા સોશિયલ મીડિયા પર અથવા ન્યૂઝ માં જોતા જ હોઈએ છીએ કે અવારનવાર લોકો માર્ગ અકસ્માતના ભોગ બનતા હોય છે અને તેમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે.ઘણા લોકો માર્ગ અકસ્માત ના કારણે જિંદગીભર પોતાના શરીર ના અમુક અંગ ગુમાવતા હોય છે.

હાલમા જ એક માર્ગ અકસ્માત નો કિસ્સો સામે આવ્યો છે જે બાડમેર જિલ્લાના જૈડુ ગામમાં રહેતા યુવકો સાથે થયો હતો.હાલ માં જ આ યુવક પોતાના બે ભાઈઓ સાથે લગ્નની આંમત્રણ પત્રિકા વહેંચીને ઘરે પરત આવી રહ્યા હતા.તે સમયે આ યુવક ની કારની અચાનક જ ટ્રક સાથે ટક્કર થતા ઘટના સ્થળે આ યુવક નું મૃત્યુ થયું હતું.

આ ગંભીર અકસ્માત માં યુવક ના સાળા અને પિતરાઈ ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત માં ઇજા પહોંચેલા બીજા બે યુવક ને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અકસ્માત માં વિશે ની વધારે માહિતી આપતા ત્યાં ના સ્થાનિક પોલીસે જણાવ્યું કે ધોરીમન્ના પોલીસ સ્ટેશન વિસ્તાર માં ઝડપથી આવતા ટ્રક ની ટક્કર કાર સાથે થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માત થતાં ઘટનાસ્થળે કારચાલક યુવક નું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ આ અકસ્માત માં ઇજા પામેલા બંને યુવક ની જિલ્લા હોસ્પિટલ માં સારવાર ચાલી રહી હતી.આ અકસ્માત ની માહિતી પરિવાર ના લોકો ને મળતા તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.અકસ્માત માં મૃત્યુ થયેલા દીકરાને જોઈને પરિવાર ના લોકો ભીની આખે રડી પડ્યા હતા.