આ યુવક ઘોડાની રેસમાં જીવનની રેસ હારી ગયો : રેસ દરમિયાન થયું એવું કે યુવકનું કરુણ મૃત્યુ – જુઓ વિડિયો

0
19

તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં બાઈક અને કાર રેસના ઘણા વિડીયો જોયા. તેમાં તમે જોયું હશે કે રેસને જીતવા માટે દરેક લોકો પોતાની પુરી તાકાત લગાવે છે. તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં ઘોડે સવારના ઘણા બધા વિડીયો જોયા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘોડેસવારોની રેસ દરમિયાન એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી બેસે છે.

આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘોડે સવારની રેસ દરમિયાન એક યુવક સાથે ગંભીર અકસ્માત થાય છે. આ અકસ્માતની ઘટનામાં યુવકનું કરુણ મૃત્યુ થાય છે. મળતી માહિતી અનુસાર ઘોડેસવારોની રેસ માંડવી તાલુકાના તગડી ગામ અને ગુડીયાડી ગામના સીમાડા વચ્ચે થઈ હતી.

આ રેસમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ રેસમાં તગડી ગામના રહેવાસી રાજદીપસિંહ જાડેજાએ પણ ભાગ લીધો હતો. રેસ દરમિયાન રસ્તા પર ધૂળની ડમરીના કારણે રાજદીપસિંહ જાડેજાનો ઘોડો રસ્તા પરથી નીચે ઉતરી ગયો હતો અને રસ્તાની પાસે આવેલા થાંભલા સાથે અથડાયો હતો.

આ ઘટનામાં રાજદીપસિંહ જાડેજાનું કરૂણ મૃત્યુ થયું હતું.  હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘોડે સવારો રેસ જીતવા માટે ફૂલ ઝડપમાં ઘોડાઓની દોડાવી રહ્યા છે.

આ દરમિયાન રસ્તા પર ભારે ધૂળની ડમરી ચડે છે. આ દરમિયાન રાજદીપસિંહનો ઘોડો ડમરીના કારણે રોડની સાઈડમાં આવેલ આ થાંભલા સાથે અથડાય છે. આ ઘટનામાં રાજદીપસિંહનું કરૂણ મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.