શું તમે પણ ધરાવો છો રાશનકાર્ડ તો જાણી લેજો આ નવો નિયમ નહિતર ભરવો પડશે મોટો દંડ

0
3546

રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર!જો તમે આ નિયમ વિશે ના જાણ્યું હોય તો હમણાં જ જાણી લો, બાકી તમારે પણ મોટો દંડ ભરવાનો વારો આવશે.જી હા, સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવા નિયમ બહાર પાડવામાં આવ્યા છે. જો તેને અપનાવવામાં નહીં આવે તો મોટુ નુક્સાન ભોગવવાનો વારો આવશે.

તમે જાણતા જ હશો કે, કોરોના મહામારી દરમ્યાન લોકોને ખાવાના પણ ફાંફા પડ્યા હતા. ત્યારે સરકાર દ્વારા જરૂરિયાત મંદ લોકો ને મફતમાં રાશન આપવામાં આવતું હતું. સરકાર દ્વારા કરવામાં આવતી આ મદદનો લોકો દ્વારા દુરુપયોગ પણ કરવામાં આવતો હતો. જે લોકોને ખરેખર તેની આવશ્યકતા ન હતી તેઓ પણ મફતમાં રાશન મેળવતા હતા. જેથી જેને જરૂર હોય તેની રાશન મળી શકતું ન હતું.

આ સ્કીમ હજુ પણ ચાલુ છે ત્યારે લોકો દ્વારા કરવામાં આવતી આ ગેરરીતિને રોકવા માટે સરકારે નવા નિયમો લગાવ્યા છે.શું છે નવા નિયમો? તો આવો તમને જણાવીએ…. જો તમારી પાસે સો વર્ગ કરતાં વધારે જમીન કે પ્લોટ, ફોરવીલર ગાડી કે ટ્રેક્ટર અથવા બે થી ત્રણ લાખની વાર્ષિક આવક હોય તો તમને મફતમાં રાશન મળી શકશે નહીં.

આવી સ્થિતિમાં જો તમે રાશન કાર્ડ ધરાવતા હોય તો તેને સરેન્ડર કરી દેજો. નહી તો સરકાર દ્વારા મોટો દંડ વસૂલવામાં આવશે. મફતમાં રાસન મેળવવાનો હક માત્ર જરૂરિયાત મંદ લોકો ને જ છે. માટે જો તમારે જરૂર ના હોય તો તમે તમારું રાશન કાર્ડ સરેન્ડર કરી દેજો.

જો તમારા દ્વારા રાશન કાર્ડ સરેન્ડર કરવામાં નહીં આવે તો યોગ્ય તપાસ બાદ તમારા પરિવાર પર લીગલ એક્શન લેવામાં આવશે. આ ઉપરાંત લોકોને અપીલ છે કે, જો તમારે રાશનકાર્ડ ની જરૂર ન હોય તો તમે જાતે જ તેને સરેન્ડર કરી દો. કારણ કે જે લોકોને ખરેખર જરૂર હોય તેને મદદ કરી શકાય.

દેશમાં ઘણા લોકો એવા છે કે જેઓ પાસે રાશન કાર્ડ નથી. એવામાં જેમ બને તેમ તમે તમારું રાશન કાર્ડ સરેન્ડર કરી દો. જેથી બાકીના જરૂરિયાત મંદ લોકો નું રાશનકાર્ડ બની શકે અને સરકાર દ્વારા તેમને મદદ કરવામાં આવે. છતાં પણ જો કોઈ સરેન્ડર નહીં કરે તો તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને મોટા પ્રમાણમાં દંડ પણ ભરવો પડશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.