મોદી સાહેબ તમે કંઈક કરો ને! ઉનાળો શરૂ થતાં લીંબુના ભાવ માં થયો મોટો વધારો,1 કિલો લીંબુ ની કિંમત જાણી ને ચોકી જશો

0
123

સમગ્ર રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થતા ભારે ગરમી નો તમામ ગુજરાતીઓ અહેસાસ કરી રહ્યા છે ત્યારે ગરમી થી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. પરંતુ લીંબુના ભાવ માં જ મોટો વધારો થયો છે આપને જણાવી દઈએ કે ઉનાળાની શરૂઆત થતાં ના ભાવ ડબલ થઇ ગયા છે અને મળતી માહિતી મુજબ રાજ્યમાં લીંબુ ની આવક બંધ થઇ જતાં હવે રાજ્યમાં મદ્રાસ થી લીંબુ મંગાવવા પડી રહ્યા છે.

મદ્રાસ થી લીંબુ મંગાવવા પડે છે તેના કારણે ફોટો વધારો થયો છે અને રાજ્યમાં લીંબુ ના ભાવની વાત કરીએ તો વડોદરા શહેરમાં છૂટક બજારમાં પ્રતી કિલો લીંબુ નો ભાવ 200 રૂપિયાથી લઈને 240 પ્રતિ કિલો વેચાઇ રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં લીંબુ નો ભાવ વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

મોંઘવારીના મારથી લીંબુ પણ બચી શક્યા નથી. આપને જણાવી દઇએ કે હવે એક લીંબુ ની કિંમત 15 થી 17 થઈ ગઈ છે અને બીજી બાજુ સૌરાષ્ટ્રના રાજકોટમાં લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસ પહેલા લીંબુ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે. જ્યારે દિલ્હીમાં થોડા અઠવાડિયા પહેલા 10 ના 3 લીંબુ વેચાઈ રહા હતા.

ઉનાળાની શરૂઆતથી જ લીંબુના ભાવ વધી રહ્યા છે, ત્યારે મંગળવારના રોજ અમદાવાદ જમાલપુર માર્કેટમાં હોલસેલમાં લીંબુના એક કિલોના ભાવ 230 રૂપિયા છે.સાઉથ ભોપલની માર્કેટમાં એક કિલો લીંબુ ના ભાવ 360 રૂપિયા છે એ તો એકબાજુ લીંબુ અને આવક પણ ઓછી થતી દેખાઈ રહી છે

ત્યારે મરચા, આદુ અને કોબીજ અને લસણ વગેરે ના ભાવ વધી ગયા છે. લીલા ધાણા ના ભાવ ફેબ્રુઆરી મહિનામાં 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા જે વધીને 100 રૂપિયા થઈ ગયા હતા અને આ ઉપરાંત લીલા મરચા 60 રૂપિયા પ્રતિ કિલો થી વધીને 160 તૈયાર થઈ ગયા હતા તો વળી કોબીજના વાવ 40 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઈ ગયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.