લગ્નના માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર,સોનાની ખરીદી કરતા પહેલા જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

0
19

સોના અને ચાંદીના ભાવમાં તેજી ના કારણે ફરી એકવાર ભારતીય બુલિયન માર્કેટ ની ચમક વધવા લાગી છે.આજે સતત ત્રણ દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તે જ સમયે ચાંદીના ભાવમાં પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.

ચાંદીના ભાવ આજે 0.29 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.વર્ષ 2020 ની વાત કરીએ તો MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી.આજે ડિસેમ્બર એમસીએક્સ પર સોનું 48290 પ્રતી 10 ગ્રામના સ્તરે છે

એટલે કે તે હજુ પણ ઘણું સસ્તું મળી રહુ છે.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર એપ્રિલમાં ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.02 ટકાના નજીવા વધારા સાથે 48438 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.તે જ સમયે આજના કારોબાર માં ચાંદીના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે.

આજે 1 કિલો ચાંદીની કિંમત 0.29 ટકા વધીને 62549 રૂપિયા થઈ ગઈ છે.તમને જણાવી દઈએ આ રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસકોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે

જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.આ સિવાય તમે સોનું ખરીદતી વખતે એપ દ્વારા તેની શુદ્ધતા પણ ચકાસી શકો છો. સરકારે સોનાની શુદ્ધતા તપાસવા માટે એક એપ બનાવી છે જેનું નામ બીઆઇએસ કેર એપ છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.