ફૂલ લગ્નના માહોલ વચ્ચે સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર,ચાલો જાણી લો 24 કેરેટ સોનાની કિંમત

0
31

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતીધાતુઓની કિંમતમાં સતત વધારા વચ્ચે ગુરૂવારના રોજ દેશની રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતમાં 247 રૂપિયા નો મોટો વધારો થયો હતો.HDFC સિક્યુરિટીઝે આ માહિતી આપી હતી અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાનો ભાવ 48156 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો

અને આપને જણાવી દઇએ કે ચાંદીના ભાવમાં 825 રૂપિયાનો વધારા સાથે 62417 પ્રતિ કિલોગ્રામ થયો હતો.છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ભાવ 61592 પ્રતિ કિલોગ્રામ પર અટક્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1827 ડોલર પ્રતિ ઔંસ પર હતું.

બીજી તરફ ચાંદી 23.17 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર હતી.HDFC સિક્યોરિટીઝ વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે કોમેકસ માં સોનું 1827$ પ્રતી ઔંસ હતું.જેના કારણે અહીં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે નબળા ડોલર અને યુએસ બોન્ડ યિલ્ડ માં ઘટાડો થવાના કારણે સોનાના ભાવ ઉપલા ટ્રેડિંગમાં રેન્જ કરે છે. વાયદા બજારમાં ચાંદી 164 થી વધી 62531 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર બુધવાર સાંજ ની સરખામણી સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ કિંમત 48691 થઈ છે. ચાંદીની કિંમતમાં વધારો થઈને ચાંદી પ્રતિ કિલો 61618 પહોંચી છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.