હોસ્ટેલના ભોજનાલયમાં ખીચડી મા ઈયળ દેખાતા થયું એવું મોટું કે મચી ગયો મોટો હંગામો,વાંચો

0
189

અરે બાપ રે…આવો તે કેવો ખોરાક? આપણે હંમેશા પૌષ્ટિક આહારની વાત કરતા હોઈએ છીએ, પરંતુ પૌષ્ટિક આહાર કહેવાતી ખીચડીમાં પણ ઈયળ જોવા મળે તો શું સમજવું? આપણા મા-બાપ ઉપરાંત ઘરના વડીલો હંમેશા પૌષ્ટિક આહાર લેવાની વાતો કરતા હોય છે જે ખૂબ જ સારી બાબત કહેવાય પરંતુ પૌષ્ટિક આહાર જેવી વાનગી બનાવવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, નહીં તો તે પણ સુરક્ષિત નથી…

જી હા, રાજકોટ શહેરની એક યુનિવર્સિટીના કેન્ટીનમાંથી ખાવાની ચીજ વસ્તુઓને લઈને આવી જ બેદરકારી સામે આવી છે. વારંવાર ખાવા-પીવાની બાબતને લઇને વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે છતાં પણ તેના સંચાલનમાં કોઈ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો ન હતો. આખરે એક દિવસે હોસ્ટેલના કેન્ટીનમાં જમતી વખતે ખીચડી માંથી મળી આવી હતી. તો અહીં સવાલ એ ઉભો થાય છે કે જમવાનું બનાવવા વાળા શું એટલું પણ ધ્યાન નહિ રાખતા હોય…?

આ બનાવ સામે આવતા આપણે કહી શકીએ છીએ કે બાળકો તેમના માતા-પિતા સિવાય અન્ય કોઈ પાસે સુરક્ષિત નથી. આ સમગ્ર કિસ્સાની વાત કરીયે તો બધા વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા, ત્યારે એક વિદ્યાર્થીને ખીચડી ની અંદર કઈ હલનચલન થઇ રહ્યું હોય તેવું લાગ્યું. ત્યારે તેણે ધ્યાનથી જોયું તો ખીચડીમાં એક ઈયળ નજરે પડી હતી. આ ખીચડી માંથી ઈયળ મળી આવતા હોસ્ટેલ તેમજ કેન્ટીનના સંચાલન સામે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે.

વિદ્યાર્થીઓ દ્વારા પણ અનેકવાર અહીં ફરિયાદો કરવામાં આવી હતી. આ અગાવ પણ રોટલી અને અન્ય વસ્તુઓ બેસ્વાદ બનાવવામાં આવતી હતી. આ બેદરકારીના કારણે જો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બગડી ગયા હોત તો તેની જવાબદારી કોણ લેત? આ પ્રશ્ન સૌ કોઈને સતાવી રહ્યો છે. આ ઉપરાંત અહીં 400 વિદ્યાર્થીઓ દ્વારા હડતાલ પણ કરવામાં આવી હતી. આ બાબત ખૂબ જ ગંભીર જણાતા સમાજ કલ્યાણ ખાતાના અધિકારીઓ પણ અહીં પહોંચી ગયા હતા.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે; માત્ર ખાવાપીવાનું જ નહીં, પરંતુ અહીં અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી. કોઈપણ જગ્યાએ ચોખ્ખાઈ રાખવામાં આવતી નથી અને પાણીની મોટર પણ બગડી ચૂકી છે જેને રીપેર ન કરાવતા 2 દિવસથી પાણી વગર જીવન ગુજારવામાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય સુખ-સગવડ ના મળે તો કાંઈ વાંધો નહીં, પરંતુ ખાવા-પીવાની બાબતમા બેદરકારી દાખવવામાં આવે તે કઈ રીતે ચલાવી લેવું..

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.