સીંગતેલ અને કપાસિયા તેલ ના ડબ્બા ના ભાવ માં થયો મોટો વધારો,ડબ્બાના ભાવ સાંભળીને અંચબીત થઈ જશો

0
1020

દિવસેને દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ માં પણ થોડો ઘણો વધારો થઈ રહ્યો છે. આ વર્ષે તેલના ડબાના ભાવ માં પણ થોડો મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ખાસ કરીને તેલના ડબાના ભાવ ની અંદર વધારો થવાની સાથે ગૃહિણીઓ આર્થિક સંકટમાં મુકાયા છે.

આપણે બધા જાણીએ છીએ કે મોંઘવારીનો માર સામાન્ય જનતાને અને મધ્યમ વર્ગના લોકોને પડી રહ્યો છે. ખાસ કરીને રોજિંદા જીવનની અંદર વપરાશમાં આવતી વસ્તુઓની ઉપર મોટો વધારો જોવા મળી રહ્યો છે અને આજના સમયમાં છેલ્લા કેટલાક દિવસની ઘણી બધી વસ્તુઓના બેફામ રીતે વધારે જોવા મળી રહ્યા છે.

દિવસેને દિવસે વસ્તુ અંદર ભાવ વધારો ચાલી રહ્યો છે. વાત કરીએ તો વિશ્વની અંદર બનતી તમામ નાની-મોટી વસ્તુઓ ની સીધી અસર અને આડકતરી રીતે દેશના લોકોને રોજીરોટી ના જીવન ઉપર પડતી જોવા મળી રહી છે.માહિતી મળી રહી છે કે ખાદ્ય તેલના ભાવ ની અંદર સતત વધારો થઈ રહ્યો છે અને માત્ર ચાર દિવસની અંદર સીંગતેલના ડબ્બા ની અંદર 80 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે

અને વાત કરીએ તો કપાસિયા તેલ ના ડબ્બા ની અંદર 150 રૂપિયા નો મોટો વધારો જોવા મળી રહ્યો છે.દિવસેને દિવસે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ ની અંદર વધારો થઈ રહ્યો છે. ગૃહિણીઓના રસોડામાં બજેટ પણ ખૂબ જ સારી રીતે ખોરવાયા છે. માત્ર 72 કલાકની અંદર બંને ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.

આજના સમયમાં લોકો ફરસાણ અને તેલથી ભરપૂર ચટાકેદાર વસ્તુઓ ખાવાના શોખીન હોય છે ત્યારે ખાદ્યતેલમાં ભાવ વધતા સામાન્ય પરિવારની હાલત કફોડી બની છે.આપને જણાવી દઇએ કે સિંગતેલના ડબ્બાના ભાવ 2800 ને પાર પહોંચી ગયા છે

તેમ જ કપાસિયા તેલના ભાવ ની અંદર 150 રૂપિયા નો મોટો વધારો થતાં ની સાથે જ કપાસિયા તેલ ના ડબ્બા ના ભાવ 2730 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. આજના સમયમાં સીંગતેલ અને કપાસિયાતેલમાં વધારો થતાં ની સાથે જ ભાવ નજીક પહોંચી ગયા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.