મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગયા વર્ષે વાતાવરણ ની અનિયમીતતા ના કારણે દરેક પાક નું ઉત્પાદન ખુબ જ ઓછું થયું હતું અને બીજી બાજુ પાકની માંગ વધારે હોવાને કારણે પાક ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા હતા.તો તમે જાણતા જ હશો કે, માર્કેટ યાર્ડમાં તમામ પાકોના ભાવમાં મોટો વધારો થઇ રહો છે જેથી ખેડૂતો ખુશ છે.
મિત્રો તમને જાણીને ખુશી થશે કે APMC માં બાજરા ના ભાવ ખૂબ જ સારા નોંધાયા છે. વાત કરીએ આણંદ ના ઉમરેઠ માર્કેટયાર્ડ ની તો અહી બાજરા ના મહત્તમ ભાવ 404 બોલાઈ રહ્યા છે જ્યારે સરેરાશ ભાવ 354 નોંધાયા છે. મહેસાણા ની વિસનગર માર્કેટ યાર્ડમાં બાજરા ના મહત્તમ અને સરેરાશ ભાવ અનુક્રમે 446 અને 355 છે.
પાલનપુર માર્કેટ યાર્ડમાં બાજરાના મહત્તમ ભાવ અને સરેરાશ ભાવ 444 થી 394 રૂપિયા ચાલી રહ્યા છે. ખેડા ના કપડવંજ માં બાજરાના મહત્તમ ભાવ 429 અને સરેરાશ ભાવ 404 છે. દહેગામ માં બાજરાના મહત્તમ ભાવ 488 અને સરેરાશ ભાવ 480 છે.જસદણ માર્કેટ યાર્ડમાં બાજરાના મહત્તમ ભાવ અને સરેરાશ ભાવ 455 થી 303 રૂપિયા ચાલી રહ્યા છે
રાજકોટ માર્કેટ યાર્ડમાં બાજરીના મહત્તમ ભાવ 424 અને સરેરાશ ભાવ 278 છે. અને જૂનાગઢ ની માંગરોળ માં બાજરાના મહત્તમ અને સરેરાશ ભાવ અનુક્રમે 465 અને 434 નોંધાયા છે. પોરબંદર માં બાજરાના મહત્તમ ભાવ 404 અને સરેરાશ ભાવ 303 બોલાઈ રહ્યા છે.
બાજરાના સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી નો માહોલ સર્જાયો છે. બાજરાના સંતોષકારક ભાવ મળી રહેતા ખેડૂતો પોતાનો પાક વેચવા માટે તૈયાર થયા છે. આ વર્ષે બાજરાના ભાવ સારા એવા નોંધાતા માર્કેટ યાર્ડમાં ખેડૂતોની ભીડ ઉમટી છે.આપણે જણાવી દઈએ કે ઉપરોક્ત જણાવેલ ભાવ મણદીઠ પ્રમાણે આપેલ છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.