કોરોના મહામારી વચ્ચે સામાન્ય જનતા માટે પેટ્રોલ ડીઝલ ને લઈને આવ્યા મોટા ખુશીના સમાચાર,જાણો

0
26

કોરોના મહામારી વચ્ચે સામાન્ય લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકારી તેલ કંપનીઓએ આજ રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ તેલની કિંમત વચ્ચે દેશમાં ત્રણ મહિનાથી વધુ સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

જ્યારે સરકારી કંપનીઓએ સતત 111 દિવસ સુધી ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલ ની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે તેમજ ચેન્નઈમાં પણ પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલાય છે.સવારે 6:00 નવા ભાવ લાગુ કરવામાં આવે છે.

પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડીયા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે.તમે પણ તમારા શહેરની પેટ્રોલ-ડીઝલની કિંમત જાણવા ઈચ્છતા હોય તો એસ.એમ.એસ દ્વારા જાણી શકો છો.

ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમે RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે અને તમે તરત જ ભાવ જાણી શકશો.આપણે જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલ ની કિંમતમાં કોઈ પ્રકાર નો વધારો ન થવાથી સામાન્ય જનતા રાહત નો શ્વાસ લઇ રહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.