સુરત ના આ 80 વર્ષ ના વૃદ્ધ દાદીમા દરરોજ વહેલી સવારે ઉઠી ને કરે છે કસરતો,અનેક યુવાનો માટે પેરણાદાયક

0
43

આપણા હિન્દૂ શાસ્ત્ર માં આપણા સ્વાસ્થ્ય ને લઈને ચિંતા કરવામાં આવી છે.દરરોજ સવારે વહેલા ઉઠી ને આપણા સ્વાસ્થ્ય માટે કસરત કરવી અથવા યોગા કરવા જેને ખુબ જ વધારે મહત્પવામાં આવ્યું છે.જો આપણે આપણા શાસ્ત્રો નું માનીએ તો આપણે દરરોજ વહેલા સવારે ઉઠી ને કસરત કરાવી જોઈએ જેથી આપણું પણ સ્વાસ્થ્ય સારું રહે અને અનેક બીમારીઓથી આપણે દૂર રહીએ.

સુરત ના કતારગામ વિસ્તાર ના એક 80 વર્ષીય વૃદ્ધ દાદીમા ની કસરતો વિષે વાત સાંભળીને તમે પણ સલામ કરશો.આ દાદીમા સુરત ના કતારગામ ના સિંગણપુર વિસ્તારમાં રહે છે અને આ 80 વર્ષીય વૃદ્ધ દાદીમા અનેક યુવાનો માટે પેરણા દાયક છે.

આ 80 વર્ષીય વૃદ્ધ દાદીમા નું નામ ગોદાવરીબેન શામજીભાઈ કાકલોતર છે.જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ ની બીમારી થી પીડાય છે.તેઓ છેલ્લા 15 વર્ષથી પોતાના ઘરે થી 1 કિલોમીટર ચાલીને તાપી નદી ના કિનારે આવેલા સરકારી ગાર્ડન માં જાય છે.

જ્યાં તેઓ અંદર જતા પહેલા તાપી મૈયા ને ખુબ જ વિનમ્રતા થી પ્રણામ કરે છે અને ત્યારબાદ તેમના મુખે થી ભગવાન નું નામ લઈને અંદર જાય છે ત્યાં અંદર ગાર્ડન માં પણ તેમના મુખ માં શ્લોક નું રટણ શરુ જ હોતું હોય છે અને ત્યાં તેઓ થોડોક સમય આરામ કરે છે.

ત્યારબાદ તેઓ ગાર્ડન માં થોડુંક ચાલે છે અને ત્યાં ના મશીન નો ઉપયોગ કરી ને હાથ ની કસરત પણ કરે છે.આ દાદીમા નું કહેવું છે કે આપણે રાત્રે ઓછું ભોજન કરવું જોઈએ કારણ કે જમ્યા બાદ આપણે પથારી માં સુઈ જતા હોઈએ છીએ એટલે આપણું ભોજન પચતું નથી.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.