સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

0
60

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે આપણા દિલ ને સ્પર્શી લેતા હોય છે.

હાલમાં જ એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહો છે.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક નાનકડો બાળક પોતાના હાથે પક્ષીઓને ખવડાવી રહો છે.આજના સમયમાં લોકો આ વીડિયો જોવાનું પસંદ કરી રહ્યા છે.

લોકો તેમાં લાઈક્સ અને કોમેન્ટ દ્વારા આ બધા વીડિયોમાં ઘણો બધો પ્રેમ વરસાવી રહા છે.આપણે આ વીડિયોમાં જોઇ શકીએ છીએ કે આ નાનકડો ક્યૂટ બાળક બેઠો છે અને તેની જ સામે 3 પક્ષીઓ પણ બેઠા છે.

બાળક ત્રણેય પક્ષીઓને પોતાની પાસે પડેલો ખોરાક ખવડાવી રહો છે.આ વિડીયો જોઈ ઘણા બધા લોકો ભાવુક પણ થઈ ગયા છે.અને સાચે બાળક એ ભગવાન નું સ્વરૂપ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ આપણી સામે જ છે.

આપણે જણાવી દઈએ કે આ વીડિયો ટ્વીટર પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.તમે ટ્વીટર પર buitengebieden_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયો લાખો લોકોએ જોઈ પણ લીધો છે.