સાક્ષાત લક્ષ્મીનો અવતાર કહી શકાય તેવી આ દીકરીએ પોતાના પિતાને આપ્યું નવજીવન,જાણો કઈ રીતે

0
360

દીકરી એ વ્હાલની દરિયો હોય છે… 2 કુળને તારનારી એક માત્ર દીકરી જ હોય છે. જે વાત આજે ખરેખર સાચી નીવડી છે. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જાણીને તમારી આંખમાંથી આંસુ સરી પડશે.આજના સમયમાં દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી.

પરંતુ આ દીકરીએ એક દીકરા કરતા કંઈક વિશેષ કરી બતાવ્યું છે. 2016માં બંનેલી આ ઘટના ખુબ જ હૃદય કંપાવી નાખતી છે. વિશ્વજીત મેહરા હીરાની એક કંપનીમાં મેનેજર તરીકેનું કાર્ય કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

ત્યારે રિપોર્ટ કરતા સામે આવ્યું હતું કે તેમનું લીવર ફેલ થઇ ગયું છે.મળતી માહિતી મુજબ, વર્ષ 2014 સુધીમાં વિશ્વજીત મેહરાનું લિવર ખરાબ થઈ ગયું હતું, ત્યારે નિષ્ણાતોએ તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. અને તેમની સાથે વિશ્વજીત પણ તેમની લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવવા સંમત થયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમની દીકરી એ જ તેમને લીવર આપ્યું હતું. દીકરીએ તેના પિતાના જન્મદિવસ પર તેમને લીવર ભેટમાં આપીને સમાજ આગળ પિતા-પુત્રી વચ્ચેના પ્રેમનો અન્ય એક દાખલો રજુ કર્યો છે.

દીકરી ભાવીએ પોતાના પિતાને લીવરનું દાન કર્યું હતું જેથી તેમના પિતા ખુબ જ ભાવવિભોર થયા હતા. લિવર ડોનેટ કરવા પર તેના પિતા એ કહ્યું હતું કે,“ આ દુનિયામાં મારી 2 માતાઓ છે. એક છે મને જન્મ આપનારી…તો બીજી મારી પુત્રી કે જેણે મને નવું જીવન આપ્યું છે…”

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, આ દીકરીને ઘણા લોકો એ આવું ના કરવા સલાહ આપી હતી. પરંતુ તે એક ની બે ના થઇ… તેને પોતાનો નિર્ણય મક્કમ રાખ્યો અને પોતાના પિતાને નવું જીવન આપ્યું. દીકરીના લીવર ડોનેશનના આ સમાચાર વાયુવેગે વાયરલ થયા હતા.

તમને જણાવી દઈએ કે, કેનેડામાં રહેતા એક છોકરા એ ભાવીથી પ્રભાવિત થઈને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. વિશ્વજીતનું જયારે ઓપરેશન થયું ત્યારે આ યુવક ગુજરાતની મુલાકાતે હતો અને તે દરમિયાન તેણે પુત્રી ભાવી સાથે મળીને વાત કરવાનું નક્કી કર્યું.