આ હરણે મારી એવી ઉંચી છલાંગ કે વીડિયો જોઈ સૌ કોઈ થઈ ગયા આશ્ચર્યચકિત,તમે પણ જુઓ આ અદ્ભુત વીડીયો

0
31

પ્રાણીઓ અને તેમની પ્રવૃત્તિઓ જોવાનો એક અલગ જ આનંદ છે. ઘણીવાર લોકો તેમના મોબાઈલ પર પ્રાણીઓના વીડિયો જોતા જોવા મળે છે. જાનવરોના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવે છે.

આજકાલ આવા જ હરણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેની ઉંચી છલાંગ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. જ્યારે હરણ કૂદકો મારે છે, ત્યારે તે આકાશ માં તે ઉડતો હોય તેવું લાગી રહુ છે.ટ્વિટર હેન્ડલ વાઇલ્ડલેન્સ ઇકો ફાઉન્ડેશન દ્વારા શેર કરવામાં આવેલ આ વિડિયો તમને સ્તબ્ધ કરી દેશે.

આ હરણ સોશિયલ મીડિયા પર તેની ઉંચી છલાંગ થી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા  છે.આ હરણ માણસની ઉંચાઈ કરતા પણ મોટી છલાંગ મારતો જોવા મળી રહો છે. હરણ તેના એક જ છલાંગ માં રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરે છે. આટલી મોટી ઊંચાઈ પર કૂદકો મારતાં જ એવું લાગે છે કે પ્રાણી પક્ષીની જેમ હવામાં ઊડી રહ્યું છે.

આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “લાંબા અને ઉંચી કૂદવા માટે આ હરણ ને ગોલ્ડ મેડલ મળવું જોઈએ.વિડીયો ને અત્યાર સુધી માં 41000 થી પણ વધારે લોકો એ જોઈ લીધો છે.આ હરણ ની છલાંગ જોઈને સોસીયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પોતાના મંતવ્યો આપી રહા છે.