સૌરાષ્ટ્ર ના આ પરીવારે કોઈ ના બનાવે એવી સુંદર કંકોત્રી બનાવી,કંકોત્રી નો લગ્ન બાદ આ રીતે લઇ શકાય ઉપયોગ માં અને કંકોત્રી ની કિંમત જાણીને…

0
219

આપણને બધા ને ખબર જ હશે કે મે મહિનામાં પાછો લગ્નગાળો ચાલુ થઇ ગયો છે. ધગધગતા તાપમાં વચ્ચે પણ લોકોમાં લગ્નનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અનેક લગનો પણ થવા જઈ રહ્યા છે. હાલના સમયમાં લગ્નને લઈને વિવિધતા જોવા મળે છે.જેમાં ખાસ કરીને કંકોત્રી પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવતા હોય છે.

થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર ના રાજકોટના એક પરિવારે એવી કંકોતરી તૈયાર બનાવડાવી હતી કે લગ્ન બાદ પણ એ કંકોત્રી નો ઉપયોગ થઇ શકે અને એમાંથી છોડ ઊગી નીકળે.ત્યારબાદ મોરબીના એક પરિવારે એક અનોખી કંકોત્રી બનાવી છે. જે કંકોત્રી ભરતગુંથણ થી તૈયાર થઈ છે.મોરબીના પરિવારે બનાવેલી આ કંકોત્રી એકદમઅલગ જ કંકોત્રી છે.

જે કોઈ કાગળ થી નહીં પરંતુ મનમોહક ભરતગુંથણ થી બનાવેલી છે. જેમાં ગણેશજી પણ છે. જો વાત કરવામાં આવે આ પરિવારની તો ની મિયાત્રા પરિવાર ની લગ્ન કંકોત્રી છે. મોરબીના ભાજપ અગ્રણી જેઠાભાઇ રમુભાઈ મિયાત્રા ના પરિવારના કશ્યપના ભારતી સાથે લગ્ન પ્રસંગ ની અનોખી કંકોત્રી બનાવી છે.

આ કંકોત્રી બનાવવા માટેનો મુખ્ય હેતુ એ છે કે હાલના સમયમાં ભરતગુંથણ ની કળાને જાણે અને હાલ જે આ કળા લુપ્ત થવાના આરે છે તેને ફરી પ્રોત્સાહન મળે. કચ્છ,જસદણ સહિતના હેંડીકા્ફટ ઉદ્યોગને વિકસાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ટુ વોકલ અભિયાનને સાર્થક કરવા 500 જેટલી હેન્ડલુમ કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી ની કિંમત 350 થી માંડીને 400 સુધી થઈ છે.

સામાન્ય રીતે જોઈએ તો લોકો લગ્ન બાદ કંકોત્રી ફેંકી દેતા હોય છે. તો ઘણા લોકો પસ્તીમાં આપી દેતા હોય છે.ત્યારે આ કંકોત્રી નો ઉપયોગ લગ્ન બાદ પણ થેલી સ્વરૂપમાં કરી શકશે અને સાથે પ્લાસ્ટિકની બેગ ની જગ્યાએ આ કંકોત્રી ઉપયોગ કરી શકાશે. આ કંકોત્રી ભરતગુંથણ ની કલાનો ઉત્તમ નમૂનો છે અને સાથે ઉપયોગી પણ છે.ખરેખર દરેક લોકો આવું કરવા લાગે તો કંઈક અલગ જ દુનિયાનું સર્જન થશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.