આ ખેડૂત પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી કેક કાપીને પોતાના ટ્રેક્ટર નો ઉજવે છે જન્મદિવસ,કારણ જાણીને તમે પણ…

0
20

જેમ જેમ સમય ટેકનોલોજી ના યુગ તરફ આગળ વધી રહો છે તેમ તેમ લોકો ની જીવનશૈલી માં ઘણા બધા ફેરફારો આવી રહા છે.હાલમાં લોકો પોતાના પરિવાર ના તો દરેક સભ્ય નો જન્મદિવસ ખૂબ મોટા પાયે ઉજવતા હોય છે પણ પોતાના પાલતુ પ્રાણી અને અમુક યંત્ર ના પણ જન્મદિવસ ઉજવતા હોય છે.

આજે એક ખેડૂત પરિવાર જે છેલ્લા 26 વર્ષ થી પોતાના ટ્રેક્ટર નો કેક કાપીને ભવ્ય રીતે જન્મદિવસ ઉજવી રહ્યા છે.આ ખેડૂત પરિવાર ઉત્તરપ્રદેશ ના બરેલી જિલ્લાના રાયપુર હંસ ગામમાં હાલમાં રહે છે.આ પરિવાર ના મોભી નું નામ ઠાકુર હરિભાન સિંહ છે અને આ ખેડૂત પરિવાર દર વર્ષે પોતાના ટ્રેકટર નો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

ખેડૂત હરિભાન સિંહે જણાવ્યું કે મારા જન્મ પહેલાં મારા પરિવાર ના લોકો મૈનપૂરી જિલ્લાના નાગલાધીર ગામમાં રહેતો હતો ત્યારબાદ આ ખેડૂત ના દાદી માં તેમના દીકરા સાથે રાયપુર ના હંસમાં સ્થાયી થયા હતા.

હરિભાન સિંહ ના પિતાએ તેમના સમયમાં ઘણી બધી મુશ્કેલી નો સામનો કર્યો હતો તે સમયે તેમના પિતા માટી ના મકાનમાં રહેતા હતા ત્યારબાદ તેમના જીવન માં આગળ વધવા તેમને ખૂબ જ મહેનત કરી અને આખરે તેમને ઉત્તરપ્રદેશ ના ઓડિટ વિભાગ માં નોકરી મળી હતી.

ઠાકુર હરિભાન સિંહે ના નાના દીકરા અવિનાશ સિંહે એક વાતચીત માં કહ્યુ કે આ ટ્રેકટર ની અમે છેલ્લા 26 વર્ષ થી જન્મદિવસ ઉજવી રહ્યા છીએ કારણ કે આ ટ્રેક્ટરે જ અમને ખેતી માં ખૂબ જ આગળ વધાર્યા છે.આ ના કારણે પરિવાર માં આવક નો સ્ત્રોત વધાર્યો હતો.