માતૃભૂમિની રક્ષા કરતા કરતા ગુજરાતનો આ વીર પુત્ર થયો શહીદ,શહીદી ના સમાચાર સાંભળતા જ પત્ની…

0
292

ભારત દેશની સેવા કરતા કરતા અનેક જવાનો અમર થઈ ગયા. પોતાના જીવના જોખમે પણ તેઓ દુશ્મનો સાથે લડીને આપણી રક્ષા કરતા હોય છે. તેઓનું માત્ર એક જ લક્ષ્ય હોય છે, ભારત દેશની સુરક્ષા માટે પોતાની અને પોતાના પરિવાર ની ચિંતા ની પર્વા કર્યા વગર અડીખમ ઉભા રહે છે

આપણે સૌ જાણીએ છીએ કે, દેશમાં આતંકવાદીઓ અને નક્સલવાદીઓના ઘણા બધા હુમલાઓ થતા રહે છે. આ ઉપરાંત દેશો વચ્ચેના આપસી યુદ્ધમાં પણ જવાનો પોતાનો જીવ ગુમાવતા હોય છે. આજે આપણે આવા જ એક જવાનની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેઓએ પોતાની આખી જિંદગી ભારત દેશની સેવા કરવામાં વિતાવી નાખી અને ત્યારબાદ પોતાના જીવનું પણ બલિદાન આપી દીધું.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના આ જવાન વર્ષ 2001માં આર્મી માં જોડાયા હતા. આ જવાનું નામ છે બારિયા તુલસીભાઈ રામજીભાઈ… તેઓ ગામના પ્રથમ યુવાન હતા કે જેઓ આર્મી માં જોડાયા હતા. થોડા સમય પહેલા જ તુલસીભાઈ રજામાં પોતાના ઘરે આવ્યા હતા. તે સમયે જાણવા મળ્યું હતું કે હવે તેઓની નિવૃત્તિને થોડોક જ સમય બાકી છે.

કિસ્મત ત્યારે પોતાનો રંગ બતાવે તે કહી શકાતું નથી. નિવૃત્તિના થોડાક સમય પહેલા જ જમ્મુ કાશ્મીરમાં તેમનું અકસ્માત થયું હતું. ગંભીર રીતે ઘાયલ થવાથી આ જવાન ને શ્રીનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓની સારવાર ચાલતી હતી અને તે દરમિયાન તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અકસ્માતની જાણ થતાં પરિવારમાં માતમ છવાયો હતો. તેમની પત્ની અને બાળકો ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. આ ઉપરાંત ગામ લોકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. નિવૃત્તિ પહેલાં જ તેનો આકસ્મિક મૃત્યુ થતા ગ્રામજનો શોકમાં ગરકાવ થયા હતા.આજે સમગ્ર ગામવાસીઓને આ જવાન પર ગર્વ છે કે જેઓએ દેશ ની સુરક્ષા  માટે પોતાનો જીવ કુરબાન કરી દીધો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.