રાજસ્થાનનો આ વીર જવાન દેશ ની સેવા કરતા કરતા થઇ ગયો શહીદ,તેમના બે સંતાનો અને પત્ની ભીની આંખે આપી અંતિમ વિદાય

0
283

દેશની સરહદ પર લડતા જવાનો દેશની સેવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા હોય છે. તેઓનું માત્ર એક જ લક્ષ્ય હોય છે કે કઈ રીતે પોતાના દેશની અને દેશના નાગરિકોની સેવા કરવી. તેઓ પોતાના જીવના જોખમે લડીને દેશનું રક્ષણ કરતા હોય છે. ત્યારે કેટલાય જવાનો એવા હોય છે કે જે યુદ્ધ અને આતંક દરમિયાન પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે. તેઓ છેલ્લા શ્વાસ સુધી દેશની સુરક્ષા માટે લડતા હોય છે.

હાલ, આવા જ એક જવાનની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દેશની સેવા કરતા-કરતા શહીદ થઈ ગયા છે. પોતાની ફરજ બજાવતા આ જવાન 6 મે ના રોજ શહીદ થયા હતા. રાજસ્થાનના સીકરના રામપુરા બેગાના નાંગલના તેઓ વતની હતા અને છેલ્લા શ્વાસ સુધી તેઓએ દેશની સેવા કરી હતી. તમને જણાવી દઈએ કે, તેમના પરિવારમાં પત્ની અને એક દીકરો અને એક દીકરી છે.

તમને જણાવી દઈએ કે, આ જવાનનું નામ સુબેસિંહ યાદવ હતું. તેઓ આસામ રાયફલ્સમાં દીમાપુરમાં ફરજ પર પોસ્ટેડ હતા. 20 દિવસ પહેલાં જ તેમની ફરજ પર પાછા ગયા હતા ત્યારે 1 મે ના રોજ તેમની તબિયત ખરાબ થઈ હતી. પ્રાથમિક સારવાર આપવા છતાં 6 મે ના રોજ તેમનું નિધન થયું હતું. આ જાણ તેમના પરિવારજનોને કરવામાં આવતા તેનો પરિવાર ભાંગી પડ્યો હતો.

તેમના પાર્થિવ શરીરને તેમના વતન લઈ આવવામાં આવતા મોટી સંખ્યામાં ગામજનો એકત્રિત થયા હતા અને અશ્રુભીની આંખે તેમની અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ શરીરને ગામમાં પરત લાવતા આખું ગામ નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ સાથે તેમના પરિવાર અને ગામજનો માં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

જવાન સુબેસિંહ ના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સલામી આપી હતી. આ ઉપરાંત તેમની પત્ની સુમને પણ અશ્રુભીની આંખે તેમને સલામી આપી હતી. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરા અને દીકરી એ પણ પોતાના પિતાને સલામી આપી હતી. પરિવારની આવી પરિસ્થિતિ જોતા સમગ્ર ગ્રામજનો ની આંખમાં આંસુ આવી ગયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.