ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ,રાજ્યમાં આ વર્ષે પ્રથમ વખત કપાસનો ભાવમાં થયો આટલો મોટો વધારો,જાણો

0
36

આપણને બધા ને ખબર જ હશે કે ભારતમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન થાય છે અને તેમાં પણ ગુજરાતમાં કપાસનું સૌથી સારી ક્વોલિટીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે વાતાવરણની અનિયમિતતાને લીધે કપાસનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે

અને બીજી બાજુ કપાસની માંગ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી ખેડૂતોને ખૂબ જ સારા એવા ભાવ મળી રહ્યા છે.આ વર્ષે કપાસના ભાવમાં મોટો વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

કારણ કે આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે કરતાં આ વખતે આટલો મોટો વધારો એટલે કે 500 થી 700 રૂપિયા નો મોટો વધારો જોવા મળી રહ્યો છે.કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો જામનગર માર્કેટ યાર્ડ માં 1500 થી 2100 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

અમરેલીના માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1430 થી 2081 રૂપિયા સુધી પહોંચી ગયો હતો જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1600 થી 2050 સુધી પહોંચ્યો હતો.જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1550 થી 2050 સુધી પહોંચ્યો

જ્યારે મહુવા માર્કેટ યાર્ડ માં કપાસ 1400 થી 2001 રૂપિયા સુધી પહોંચ્યો અને ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ 1200 થી 2076 રૂપિયા સુધી પહોંચ્યો જ્યારે જામજોધપુર માર્કેટયાર્ડમાં 1700 થી 2105 રૂપિયા સુધી પહોંચ્યો અને મોરબી માર્કેટ યાર્ડ માં કપાસ 1500 થી 2016 રૂપિયા સુધી પહોંચી ગયો.

બાબરા માર્કેટ યાર્ડમાં 1620 થી લઈને 2085 સુધી પહોંચ્યો હતો જ્યારે જયપુર માર્કેટ યાર્ડ માં કપાસ 1700 થી 2105 રૂપિયા સુધી પહોંચી ગયો અને વિસાવદર માં કપાસ નો ભાવ 1415 થી 2071 સુધી પહોંચી ગયો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.