ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,પહેલી વાર એકસાથે ઘઉં ના ભાવ માં થયો આટલો મોટો જંગી ઉછાળો

0
1200

છેલ્લો મહિનાના કારણે થોડાક દિવસ માર્કેટીંગ યાર્ડોમાં રજા હતી જેના પગલે જણસી ના તમામ કામકાજ બંધ હતા પરંતુ હવે ધીમે ધીમે પીઠાઓ ખુલી રહ્યા છે. સાથે જ આ પણ વધી રહી છે ત્યારે ગોંડલ અને ડીસા માર્કેટયાર્ડ ખાતે ઘઉંની આવકો ફરી એકવાર શરૂ થઈ રહી છે.ઘઉંની બજારમાં ભાવ ટૂંકી વધઘટ એ સરેરાશ થઈ રહ્યા છે અને ઉત્તર ગુજરાતમાં બે ચાર યાર્ડ આજે ખુલી ગયા હતા.

ગોંડલમાં આજે હરાજી શરૂ થઈ ગઈ હતી જ્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડો આજ રોજ ખૂલી જાય તેવી સંભાવના છે અને માર્કેટીંગ યાર્ડોમાં ઘઉં ની આવકો સારી માત્રામાં થાય તેવી પણ ધારણા છે. છેલ્લા થોડાક દિવસમાં વૈશ્વિક ભાવમાં ઘટાડાને કારણે કંપનીઓએ પણ ભાવમાં ક્વિન્ટલે 80 થી 100 રૂપિયાનો ઘટાડો કર્યો હોવાથી માર્કેટયાર્ડ માં ભાવ પણ 20 રૂપિયા જેવા નીચે ખુલે તેવી સંભાવના છે.

ઘઉંના અગ્રણી વેપારીઓ કહે છે કે ઘઉં ની આવો પણ એકાદ અઠવાડિયા ખૂબ જ સારી રહેશે જેને પગલે સરેરાશ બજારો દબાય તેવી ધારણા છે. એકવાર આવક પીક ઉપર આવીને ઘટવા લાગી ત્યારબાદ ઘઉં ના ભાવ સ્ટેબલ થઇ જશે અને ધીમી ગતિએ વધતો રહે તેવી ધારણા છે. ઘઉં ના ભાવમાં આ વર્ષે મંદી આવશે તો પણ થોડા સમયમાં જ મહેમાન રહે તેવી ધારણા છે.

કેન્દ્ર સરકારના પ્રયાસો ખાસ કરીને મધ્યપ્રદેશની સરકારે નિકાસ માટે જે પ્રયાસો શરૂ કર્યા છે તેને પગલે મધ્યપ્રદેશના ઘઉં ના ભાવ ધારણા કરતાં ઊંચા ભાવે મળે તેવી સંભાવના છે. જેનો ફાયદો ગુજરાતના ઘઉંના ખેડૂતોને પણ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કપાસનો ભાવ 1412 થી 2500 બોલાઇ રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.