રાજ્યની આ માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ પ્રથમવાર આટલો બધો બોલાતા ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

0
49

રાજ્યની માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે. એપીએમસીમાં ઘઉંના મહત્તમ ભાવ 2570 રૂપિયાએ પહોંચ્યા છે. ગુજરાતની વિવિધ એપીએમસીમાં અને પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં રહ્યા છે.

ગયા રવિવારના રોજ એપીએમસીમાં ઘઉંના ભાવ 1630 થી 2560 રૂપિયા સુધી પહોંચી ગયા છે.અમરેલી માર્કેટ યાર્ડ માં ઘઉં નો મહત્તમ ભાવ 2315 અને સરેરાશ ભાવ 2222, સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ઘઉંના મહત્તમ ભાવ 2550 અને સરેરાશ ભાવ 2150 જોવા મળ્યો હતો.

બનાસકાંઠા માર્કેટ યાર્ડ માં ઘઉં નો મહત્તમ ભાવ 2180 અને સરેરાશ ભાવ 2072 રૂપિયાથી પહોંચી ગયા છે. દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2135 થી 2150 જોવા મળ્યા હતા.ભાવનગર માર્કેટ યાર્ડ માં ઘઉં નો ભાવ 2170 થી 2005, ભરૂચ માર્કેટ યાર્ડમાં 2200 થી 2016,

ગાંધીનગર માર્કેટ યાર્ડમાં 2250 થી 2087, જામનગર માર્કેટ યાર્ડ 2385 થી 2120, મહેસાણા માર્કેટ યાર્ડ માં 2295 થી 2120, પાટણ માર્કેટયાર્ડ માં 2225 થી 2042, રાજકોટ માર્કેટયાર્ડમાં 2150 થી 2055, ચોટીલા માર્કેટયાર્ડ માં 2250 થી 2050 જોવા મળ્યા હતા.

આપણે જણાવી દઈએ કે આ વર્ષે વાતાવરણને અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાકનું ઉત્પાદન અને માગ વધારાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં કપાસનો ભાવ 1412 થી 2121 બોલાઇ રહો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.