કપાસ ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, આ વર્ષે કપાસના ભાવ માં પ્રથમવાર થયો મોટો જંગી ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ

0
821

આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું અને કપાસના પાક ની માંગ વધારે હોવાના કારણે કપાસના ભાવ આ વર્ષે આસમાની સપાટી પર પહોંચ્યા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યની અમુક માર્કેટયાર્ડ માં કપાસનો મણદીઠ ભાવ ખુબ જ સારા જોવા મળી રહા છે.

આપણે બધા જાણીએ છીએ કે કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા કપાસ ના ભાવ પહોંચી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યની તમામ માર્કેટયાર્ડ માં કપાસ નો સારો ભાવ મળતા ખેડતો માં ખુશી નો માહોલ જોવા મળી રહો છે.સૌરાષ્ટ્ર ની અમરેલી APMCમાં કપાસના મહત્તમ કવીન્ટલ દીઠ ભાવ રૂપિયા 12700 રહ્યા હતા.

સૌરાષ્ટ્ર ની અમરેલી APMCમાં કપાસનો મહત્તમ ભાવ 12700 રૂપિયા અને સરેરાશ ભાવ 10050 રૂપિયા નોંધાયો છે. વિસાવદર APMCમાં કપાસનો મહત્તમ 11555 રૂપિયા અને સરેરાશ ભાવ 10385 રૂપિયા નોંધાયો છે. રાજકોટ ની જસદણ APMCમાં કપાસનો મહત્તમ ભાવ 12500 રૂપિયા અને સરેરાશ ભાવ 10500 રૂપિયા નોંધાયો છે.

ગુજરાત રાજ્ય ની વાંકાનેર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 12350 રૂપિયા અને સરેરાશ ભાવ 11000 રૂપિયા નોંધાયો છે.કપાસનો ખૂબ જ સારો ભાવ બોલાતા ખેડૂતો કપાસ માં વેચવા માટે માર્કેટયાર્ડ માં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કપાસના ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.

કપાસની સિઝન લેવાઈ ચૂકી છે પરંતુ ખેડૂતોને હજુ પણ પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહા છે. ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડમાં લાઈનમાં ઊભા પણ રહી રહ્યા છે. માર્કેટયાર્ડ માં અગવડ ઊભી ન થાય તે માટે માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા ટોકન દ્વારા ખેડૂતોના પાક લઇ રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.