અજમાના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી : આ વર્ષે અજમાના ભાવ માં પહેલી વાર થયો આટલો મોટો ઉછાળો,જાણો તેના ભાવ

0
607

આ વર્ષે અજમાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. અજમાના ભાવ ને લઈને સૌથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. અજમા નું વાવેતર ખૂબ જ સારા એવા પ્રમાણમાં થયું છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા છે અને અજમાના ભાવ માં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે.

અજમાના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડના નિષ્ણાંતો પણ બધા પાકોનું સારી રીતે સંગ્રહ થાય અને તેને વ્યવસ્થિત રીતે કાળજી લઇ રહ્યા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં અજમાનો ભાવ 1850 થી 2470 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે.

હળવદ ના માર્કેટ યાર્ડમાં અજમાનો ભાવ 1880 થી 2200 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે અને અમરેલી માર્કેટ યાર્ડ માં અજમાનો ભાવ 2000 થી લઈને 2376 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.બોટાદ માર્કેટ યાર્ડ માં અજમાનો ભાવ 1800 થી 2370 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. જસદણ માર્કેટ યાર્ડ માં અજમાનો ભાવ 1700 થી 2020 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

અલગ-અલગ માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ ઝણસી માં સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયા હતા. સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઉચ્ચા ભાવ બોલાયા હતા જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણ મા માફક આવતા પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા જોવા મળી રહી છે.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે તો ખેડૂતો આ પાક લેવામાં પણ ફાયદો ઉઠાવી શકે છે. અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે અને આ ઉપરાંત નિષ્ણાંતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ અજમાના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.