આ સ્કેટિંગ રાઇડરે 120 કિલોમીટર દૂર સ્કેટિંગ રાઇડિંગ કરીને દેશ માટે શહીદ થયેલા હરેશ પરમાર ને શ્રદ્ધાંજલિ આપવા કર્યું એવું કે..

0
122

આપણા દેશના સૈનિકો દેશની સેવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. તેઓ એકવાર પણ પોતાનો કે પોતાના પરિવાર નો વિચાર કરતા નથી. તેઓનું માત્ર એક જ લક્ષ્ય હોય છે કે, પોતાના દેશની સેવા કઈ રીતે કરવી…? કઈ રીતે પોતાની માતૃભૂમિ નું ઋણ અદા કરવું…? આપણે રાત્રે શાંતિથી સૂઈ શકીએ તેના માટે તેઓ પોતાની દિવસ રાતની ઊંઘ કુરબાન કરતા હોય છે.

ત્યારે કેટલાય જવાનો એવા હોય છે કે, જેઓ પોતાના દેશ માટે પોતાના જીવનું બલિદાન આપતા હોય છે. આજે આપણે આવા જ એક વીર જવાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેઓએ દેશની સેવા કરતાં કરતાં પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. આજે આપણે એક એવા યુવકની વાત કરવાના છીએ કે, જે શહિદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 120 કિલોમીટર સુધી સ્કેટિંગ કરીને આવ્યો હતો.

વીર જવાન એવા તુલસીભાઈ બારૈયા કે જેઓ જમ્મુ કાશ્મીર પર ફરજ પર હતા તે દરમિયાન શહીદ થયા હતા. ત્યારબાદ તેમને તેમના વતન લાવવામાં આવ્યા હતા. આ ખબર સાંભળતા જ એક યુવક તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કેટિંગ લઈને નીકળી પડ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ યુવક 12 એપ્રિલ ના રોજ તેના ઘરે થી નીકળ્યો હતો અને 13 એપ્રિલના રોજ આ શહીદ જવાનના વતન પહોંચ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, આ સમગ્ર મુસાફરી તેને સ્કેટિંગ પર કરી હતી.

આ અગાઉ પણ આ યુવક કપડવંજના વણઝારીયા ગામે એક શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો. શહીદો માટેનો તેનો આ પ્રેમ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. સ્કેટિંગ પર આટલી લાંબી મુસાફરી કરવી કોઇ સરળ વાત નથી… આ યુવાનના આ કાર્યથી તેનો ભારતીય દેશના જવાનો પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે છે.

સ્કેટિંગ પર આટલી લાંબી મુસાફરી કરીને તેણે શહીદોના પરિવારને સાંત્વના આપી હતી. આ ઉપરાંત શહીદ થયેલા જવાનને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. સૌ કોઈ લોકોએ આ શહીદને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી, ત્યારે આ યુવાનનો શહીદો પ્રત્યેનો પ્રેમ અને જુસ્સો જોઈને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.