આ નાનકડા બાળકે ફોનમાં રમતા રમતા લાખો રૂપિયાનો કરી દીધો ઓર્ડર,જ્યારે ઘરે પાર્સલ આવ્યા ત્યારે થયું એવું કે…

0
31

માતા પિતા તેમના બાળકો ના મનોરંજન માટે અને બાળક ને રડતું બંધ કરવા માટે નાની એવી ઉંમર માં જ તેના હાથ માં મોબાઈલ આપી દેતા હોય છે.બાળકોને મોબાઈલ મા શાંતિ થી કાર્ટૂન જોતાં જોઈ ને ઘણા બધા વાલીઓ શાંતિ ની અનુભૂતિ કરતા હોય છે.

હાલ માં જ આવું વિચારીને બાળક ને ફોન આપનાર એક માતા પિતાની ઉંઘ હરામ થઈ ગઈ હતી જયારે 22 મહિનામાં આયંશ ને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.આપણે જણાવી દઈએ કે આ ઘટના ન્યુ જર્સીની છે

જ્યાં માતાના ફોન સાથે રમતી વખતે બાળકે કંઈક એવું કર્યું કે માતા પિતા દંગ રહી ગયા.આજના યુગ માં તમારે કોઈ પણ સામાન મેળવવા માટે વિચારવાની જરૂર નથી.હવે આખું બજાર તમારા હાથમાં પકડેલા મોબાઇલ માં આવી ગયું છે.

આ ઓનલાઇન શોપિંગ થી લોકોને ઘણી રાહત મળી છે પરંતુ આ વાલી માટે ઓનલાઈન શોપિંગ મોટું નુકશાન થયું છે.હકીકત માં ન્યુ જર્સીમાં રહેતા એક ભારતીય દંપતીએ તેમના 22 મહિના ના બાળક ના હાથમાં પોતાનો મોબાઈલ આપ્યો જેથી તે આરામ થી રમી શકે.

પરંતુ બાળકના આ આરામ થી માતા પિતાના બેન્ક ખાતામાંથી 1.4 લાખ રૂપિયા કલિયર થઈ ગયા છે.હકીકત માં તેમના બાળકો ઘરે બેઠા જ મોબાઈલ દ્વારા 1.4 લાખ નું ફર્નિચર ઓર્ડર કરી દીધું હતું.

બાળકના માતા પિતાને આ અંગે કોઈ માહિતી ન હતી જયારે એક પછી એક તેના ઘરે બોક્સ આવવા લાગ્યા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.મળતી માહિતી મુજબ આ બાળકે તેના માતા પિતા પાસેથી સ્કિન સ્વેપિંગ અને ટેપિંગ સિખ્યો હતો.આ ભૂલ બાદ આ બાળકના વાલી એ તેમના ફોન ની સિક્યોરિટી સેટિંગ્સ ને વધુ મજબૂત કરી છે.આ ઘટના બધા વાલીઓ માટે બોધપાઠ સમાન છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.