આ નાનકડી એવી કાશ્મીરી દીકરીએ રીપોર્ટર ની જેમ કર્યું રિપોર્ટિંગ,લાખો લોકોનું જીત્યું દિલ,જુઓ વિડિયો

0
23

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે આપણા દિલ ને સ્પર્શી લેતા હોય છે.

આજે આવો જ એક વીડિયો આપણી સામે આવ્યો છે જે જોઈને તમે આ નાનકડી દીકરી ને દિલ દઈ બેસશો.હાલમાં જ એક નાનકડી દીકરીનો રમુજી વિડીયો વાયરલ થયો છે જેને લાખો લોકોનું દિલ જીતી લીધું છે.

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક નાનકડી દીકરી રિપોર્ટિંગ કરી રહી છે. જેને જોતા લાગી રહ્યું છે કે ભવિષ્યમાં આ દીકરી મોટી રિપોર્ટર પણ બની શકે છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે દીકરી પોતાના હાથમાં માઈક લઈને રિપોર્ટિંગ કરી રહી છે.

વાયરલ વિડીયો માં આપણે જોઈ શકીએ છીએ કે દીકરી ની પાછળ ખરાબ રસ્તો છે અને દીકરી કઈ રહી છે કે આ રસ્તો ખૂબ જ ખરાબ છે. પછી રિપોર્ટર ની જેમ જ આ દીકરી ધીમે ધીમે આગળ જાય છે અને પોતાની કાલીવાલી ભાષામાં કહી રહી છે કે આ રસ્તો ખૂબ જ ખરાબ છે.

આ રસ્તા પરથી કોઈ આવી શકતું નથી.બાળકી એ રસ્તો ખરાબ હોવાનું કારણ આપતા જણાવ્યું કે બરફ વર્ષ અને વરસાદ ના કારણે જ આ રસ્તો ખરાબ થઈ ગયો છે અને એટલું જ નહિ લોકો અહી કચરો ફેંકી રહા છે.આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ ને ખૂબ જ પસંદ આવ્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.