કિશન ભરવાડ ની આ એક ઈચ્છા રહી ગઈ છે અધુરી,તેની અધુરી ઈચ્છા આ વ્યકિત કરશે પૂરી…

0
278

કિશન ભરવાડ ના મૃત્યુ નો હાલમાં બે મહિના જેટલો સમય થઇ રહ્યો છે. કિશન ના પરિવારમાંથી કિશન ની છેલ્લી ઇચ્છા વિશે આપણને જાણવા મળ્યું છે. કિશન ભરવાડ ના મૃત્યુ બાદ તેના પરિવારના કોઈ સભ્યએ તેની છેલ્લી ઇચ્છા વિશે જણાવ્યું છે. કિશન ભરવાડ નું હવે મૃત્યુ થઈ ગયું છે ત્યારે તેની અંતિમ ઇચ્છા પુરી થશે.

કિશન ભરવાડ ના સસરા વડોદરા શહેરમાં રહે છે અને તેનું નામ જેસંગભાઈ છે. જેસંગ ભાઈએ સોશિયલ મીડિયા દ્વારા વાત કરતાં જણાવ્યું કે કિશન ભરવાડ એટલે અમારા જમાઈ ના ઘરે એક નવજાત દીકરીનો જન્મ થયો હતો તેથી જેસંગભાઈ અને તેમના પરિવારના લોકો છઠ્ઠી ના દિવસે તેમની ભાણકીની નામકરણની વિધિમાં આવ્યા હતા

ત્યારે કિશને પોતાના સાસરીવાળા લોકોને વાત કરતાં કહ્યું કે હું મારી દીકરીને સારો અભ્યાસ કરાવા માગું છું હું મારી લાડલી દીકરી ના બધા સપના પૂરા કરીશ.કિશન ભરવાડ એ તેમની દીકરીને સારું શિક્ષણ આપીને ડોક્ટર બનાવવા માટે ઈચ્છતા હતા. કિશન ભરવાડ ની દીકરી ના જન્મ ના માત્ર વીસ દિવસ થયા હતા અને કિશન નો જીવ લઇ લેવામાં આવ્યો હતો.

બધા જ લોકો દુઃખી થઈ ગયા છે અને આજે કિશન ને યાદ કરીને તેમના પરિવારના લોકો રડી પડતા હતા. કિશન ના મૃત્યુ પછી તેમની દીકરીને સારો અભ્યાસ કરાવી ને ડોક્ટર બનાવવાની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી.તેથી કિશન ભરવાડ ના સસરા જેસંગભાઈ કિશન ભરવાડ ની અંતિમ ઈચ્છા પુરા કરવાનું કહ્યું હતું

અને તેમને કહ્યું કે પરિવારના લોકો ભેગા થઈને કિશન ની અંતિમ ઈચ્છા પૂરી કરશે. તેથી આજે પણ કિશન ભરવાડ ના પરિવારના લોકો તેમના દીકરા ને યાદ કરી ને ખૂબ જ રડે છે અને તેમની પત્નીના આંખમાંથી પણ આંસુ સુકાતા નથી. ગામના બધા જ લોકો કિશન ભરવાડ ને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.