સૌરાષ્ટ્ર ના આ હિન્દૂ મુસ્લિમ મિત્રો ની જોડીએ સમગ્ર દેશ માટે પૂરુ પાડ્યુ એકતા નું ઉત્તમ ઉદાહરણ,કોમેન્ટ કરી તમે પણ…

0
139

મિત્રતા હોય તો આવી! કહેવાય છે ને કે મિત્ર માં કોઈપણ પ્રકારનો નાત-જાતનો ભેદભાવ કરવામાં આવતો નથી અને એટલા માટે જ તેને મિત્ર કહેવાય છે. 50 વર્ષથી મિત્રતા નિભાવતા આવા જ બે મિત્રોની આપણી વાત કરવા જઈ રહ્યા છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ઓન્લી ઇન્ડિયન નામનો હિંદુ યુવક અને તાજ મુલાખાન યુસુફ નામનો મુસ્લિમ યુવક છેલ્લા પચાસ વર્ષથી ગાઢ મિત્ર છે.

ઓન્લી ઇન્ડિયન નામનો આ યુવક દરેક ધર્મ અને તેની પરંપરામાં માને છે. તે દર વર્ષે પોતાના મિત્ર ના રોઝા દરમિયાન તેનો રોજો ખોલાવવા માટે આવે છે. ત્યારે તાજ મુલાખાન યુસુફ પણ કહે છે કે, મારો મિત્ર મારી સાથે છે તેનાથી મોટી ખુશી બીજી કઇ હોઇ શકે! આ બંને મિત્રો માં કોઈપણ પ્રકારનો ભેદભાવ જોવા મળ્યો નથી. 50 વર્ષની તેમની મિત્રતા માં તેઓએ એક પણ વાર ઝઘડો પણ કર્યો નથી.

સૌથી મોટો ધર્મ તો રાષ્ટ્રીયતા અને માનવતા છે. આ વાતને સાકાર ઓન્લી ઇન્ડિયન નામનો આ યુવક કરી બતાવે છે. તેમની મિત્રતા વચ્ચે ક્યારેય દરાર આવી નથી. તેઓએ કોલેજ પણ સાથે કરી હતી અને સુખ-દુઃખમાં સહભાગી પણ તેઓ સાથે જ બન્યા હતા. આ બંને મિત્રો વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે જેને કોઈ તોડી શકતું નથી. ત્યારે તેમની મિત્રતા એક ઉદાહરણ છે કે, આપણે પણ સમાજમાં હિંદુ કે મુસલમાન વચ્ચે કોઈ પણ ભેદભાવ રાખ્યા સમરસ એકતાથી રહેવું જોઈએ.

તમને જણાવી દઈએ કે ઈદ દરમિયાન મુસ્લિમ ધર્મના લોકો રોજા રાખતા હોય છે. રોજા રાખવાનું ધાર્મિક કારણ તો છે જ પરંતુ સાથે સાથે ભૂખ અને તરસ પર કંટ્રોલ વધે છે, જેથી માનસિક અને શારીરિક રીતે કંટ્રોલ મેળવવા પર પણ વધારો થાય છે. આ દરમિયાન તાજ મુલાખાન યુસુફ ના રોજા દરમિયાન તેનો આ મિત્ર હંમેશા તેની સાથે રહે છે અને તેના રીત રિવાજોમાં મદદ કરે છે. ત્યારે હિન્દુઓમાં પણ એકાદશી અને અન્ય ઉપવાસો આવતા હોય છે, આ દરમિયાન તાજ મુલાખાન યુસુફ પણ ઓન્લી ઇન્ડિયન ને તેની ધાર્મિક પરંપરામાં અને ઉપવાસ દરમ્યાન તેની સાથે રહે છે.

આ બંને મિત્રો માં ખૂબ જ એકતા છે. તેઓને કોઈ પણ વ્યક્તિ અલગ કરી શકતું નથી. આ ઉપરાંત 50 વર્ષથી તેમની મિત્રતા અતૂટ છે. આ બંને મિત્રોએ સમાજ આગળ એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે કે અન્ય લોકોએ પણ આવી રીતે એક સાથે રહી મિત્રતા કેળવવી જોઈએ અને નિભાવી પણ જોઈએ. એક-બીજાના સુખ-દુઃખ નું સાથી બનવું જોઈએ અને જરૂરિયાત સમયે તેમની મદદ માટે આવું જોઈએ.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.