કિશન ભરવાડ ની નાનકડી એવી દીકરીની આ વ્યક્તિએ બધી જવાબદારી ઉઠાવવાની કરી જાહેરાત,જાણો કોણ છે એ ભામાશા?

0
163

ધંધુકા માં કિશન ભરવાડ ઘટના મામલે ઘટનાને આજે બે અઠવાડિયા થી પણ વધારે સમય થઈ ગયા છે.25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નો વિધર્મીઓ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો હતો.આખા ગુજરાતને કિશન ભરવાડ ના નિધન પર દુઃખ વ્યકત કર્યું હતું ત્યારે કિશન ભરવાડ ના પરિવાર ની આ સમયમાં ખૂબ જ કફોડી પરિસ્થિતિ બની છે.

આપણે જણાવી દઈએ કે ધંધુકા નજીક આવેલા વતન ચચાણા ગામે કિશન ની ઉત્તર ક્રિયા વિધિ રાખવામાં આવી હતી. આ દરમિયાન તેના પરિવાર અને સગાસંબંધીઓ અને માલધારી સમાજના લોકો આવ્યા હતા.સામાજિક સંસ્થા દ્વારા કિશન ભરવાડ ની દિકરી ના ભવિષ્ય માટે 1 લાખ 11 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે.

સચાણા ખાતે કિશન ના ઘરે બેસણું હોવાના કારણે તેના ઘરની બહાર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત થોડાક દિવસ પહેલા ગોઠવવામાં આવ્યો હતો.કિશન નો નાનો ભાઈ ઉતર ક્રિયા ની વિધિ માટે બેઠો હતો. બીજી તરફ આ કરુણ સમયે કિશન ની પત્ની રડી રડીને અડધી થઈ ગઈ હતી. આમ તો ગઈકાલે વસંત પંચમી હતી અને રાજ્ય સહિત બધે જ લગ્નના ગીતો ગવાયા હતા

આ ઘટના ઘટના બાદ ભરવાડ સમાજ માંથી એક વ્યક્તિ આવ્યો અને કહ્યું કે હું કિશન ની દીકરીની બધી જવાબદારી મારા માથા પર લઉં છુ. તેમનું નામ વિજય ભાઈ ભરવાડ છે. વિજયભાઈ એક સમાજસેવક છે અને સમાજસેવાના ઘણા બધા કામ કરે છે.જેમા તે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ ચલાવવા ઘણા સમાજ સેવાનું કાર્ય કરે છે.

તેમાં સમાજના લોકો તેમને માલધારી સમાજ ના ભામાશા તરીકે પણ ઓળખે છે. તેમના સમાજમાં તે લોકોને મદદ કરવા માટે તત્પર રહે છે જ્યારે કિશન ભરવાડ ની દિકરી જાણ થઈ તો વિજયભાઈ તેમની દીકરી માટે સામે આવ્યા અને દીકરીના ભણવાથી લગ્ન સુધીની તમામ જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી છે. તેમના સેવાના કામ થી આખા ગુજરાતના લોકોએ તેમની પ્રશંસા કરી છે. આજે તેમને આ મદદ કરીને આખા ભરવાડ સમાજનું ગૌરવ વધાર્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.