70 હજાર ની એક્ટિવા નો વીઆઈપી નંબર લેવા માટે આ વ્યક્તિએ ખર્ચી નાખ્યા લાખો રૂપિયા,જાણો કોણ છે આ વ્યક્તિ અને કયો નંબર લીધો?

0
178

આજકાલ લોકો પોતાના મોજશોખ ની પાછળ ગમે તેટલા રૂપિયા ખર્ચવા માટે તૈયાર થઈ જાય છે .હાલના સમયમાં લોકોના ઘરે નવી નવી ગાડીઓ આવી રહી છે .અને ખાસ કરીને અત્યારે લોકો નવી ગાડીઓ માં પોતાના ચોઇસ નંબર એટલે કે વીઆઈપી નંબર લેવાની ઇચ્છા ધરાવતા હોય છે .તેના માટે નવી ગાડી લેનાર વ્યક્તિ ઘણા બધા રૂપિયા ચૂકવવા પડે છે.

આવી એક ઘટના ચંદીગઢ માંથી આજે આપણી સામે આવી છે.તમને જણાવીએ કે ગાડી અને મોટરસાયકલ ની અંદર વીઆઈપી નંબર ની આજના સમયમાં ખૂબ જ માંગ જોવા મળે છે.લોકોને પોતાના મનપસંદ નંબર લેવા માટે આતુરતા હોય છે .અને આ વીઆઈપી નંબર લેવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે.

વીઆઈપી નંબર લેવા એ લોકો સ્માટે ટેટસ અને રોયલ્ટી સિમ્બોલ બની ગયું છે. ખાસ કરીને આજના સમાચાર ચંદીગઢ ખાતેથી આવ્યા છે .જ્યાં એક વ્યક્તિએ વીઆઈપી નંબર 0001 લેવા માટે 15 લાખ 44000 ની બોલી લગાવી હતી.

બૃજમોહન નામના વ્યક્તિ જે ચંદીગઢની અંદર રહે છે તેમને 70 હજાર રૂપિયાની નવી સ્કુટી ખરીદી હતી . તેઓ આ સ્કુટી માં વીઆઈપી નંબર મેળવવા માટે ખૂબ જ ઉત્સાહ હતો .પણ તેના બાળકના કહ્યા પ્રમાણે તેમને આ નંબર લીધો હતો .ચંદીગઢની અંદર ખાસ કરીને નવી સીરીઝ CH01 Cj 0001 નંબર લેવા માટે બોલી લગાવવામાં આવી હતી.

આ સમય દરમિયાન ચંદીગઢમાં રહેતા બૃજમોહન એક 15 લાખ 44 હજાર રૂપિયાની એકટીવા માટે વીઆઈપી નંબર લીધો હતો .જણાવ્યું હતું કે શોખ ની કોઈ કિંમત હોતી નથી .ખાસ કરીને પહેલીવાર નંબર પ્લેટ માટે અપ્લાય કર્યું હતું ત્યારે તેને એવું લાગ્યું હતું કે એક વીઆઈપી નંબર હોવું જરૂરી છે. આ વ્યક્તિને ખૂબ જ શોખ હતો કે તેમની પાસે ચંદીગઢ 0001 નંબર હોય.

પહેલા પણ તેના બાળકના કહેવાથી તેઓએ પોતાનો મોબાઈલ નંબર vip લીધો હતો ત્.યાર પછી અત્યારે આ વીઆઈપી નંબર પોતાની એક્ટીવા પર લગાવશે અને હજુ એક નવી ગાડી લેવાનું પ્લાનિંગ પણ છે જ્.યારે ગાડી લેશે ત્યારે આ નંબર ને તેના ઉપર ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

આ વ્યક્તિએ બીજું જણાવ્યું હતું કે તેમણે પોતાના બાળકની ઇચ્છા પૂર્ણ કરવા માટે આ વીઆઈપી નંબર લીધો હતો .વીઆઇપી નંબર ની બોલી લગાવવા નો વિચાર પણ પોતાના બાળકની ઇચ્છા પૂરી કરવા માટે કર્યો હતો .ખાસ કરીને તેમને 0001 નંબર લેવા માટે ખૂબ મહેનત કરી હતી .અને હરાજી થઇ ત્યારે 15 લાખ 44 હજાર રૂપિયામાં આ નંબર મેળવ્યો હતો.અને નંબર મેળવ્યા બાદ વ્યક્તિ ખૂબ જ ખુશ હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.