કેરી ના પાક ને લઈને આવ્યા મોટા સમાચાર,અરે આ વખતે શું કેરી નો મધુર સ્વાદ નહિ માણવા મળે?જાણો…

0
471

ગ્લોબલ વોર્મિંગ એ આજના જમાના માટે એક અઘરો પ્રશ્ન બની ગયો છે. વાતાવરણમાં આવતા અનિશ્ચિત ફેરફારોને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે અને હાલમાં થઈ રહેલા વાતાવરણીય ફેરફાર નાજુક ગણાતા ફળોનો રાજા કેરી પર થઈ છે અને ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવનાને લઇ ને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંબા પર મોર ખરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષ થી આંબા પર મોર આવતા હતા અને પહેલીવાર માંડ મેળ આવ્યો હતો ત્યારે ગ્લોબલ વોર્મિંગ ના કારણે વાદળછાયુ વાતાવરણ છવાતાં મોર ખરી ગયા છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

નવસારી જિલ્લાના વિવિધ સોસાયટીઓ દ્વારા કેરીનો પલ્પ એક્સપોર્ટ કરવામાં આવે છે પરંતુ જે વાતાવરણ સર્જાયું છે જેને લઇને કેરીનો પાક મોટા પ્રમાણમાં ઘટી જાય તેવી શક્યતાઓને પગલે ખેડૂતો ચિંતીત બન્યા છે. નવસારી જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહે છે અને બપોર બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જાય છે.

જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને હાલ કેરીની સીઝન નજીક આવી રહી છે અને આંબા પર મોર પણ આવી ગયા છે પરંતુ વાતાવરણમાં ફેરફારને કારણે આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં કેરીનો પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે.

નવસારી જિલ્લામાં છેલ્લા થોડાક દિવસથી સતત વાદળછાયું વાતાવરણ રહે છે જેના કારણે કેરીના પાકને આ વાતાવરણ અનુકૂળ આવતું નથી. છેલ્લા પાંચ વર્ષમાં આ જ રીતે વાતાવરણના આવતાં અનિશ્ચિત ફેરફારોને કારણે ખેડૂતો કેરીનો પાક લેવા તૈયાર થતા નથી અને અન્ય પાકો તરફ વળી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ કમોસમી વરસાદ અને હવે વાદળછાયા વાતાવરણને ખેડૂતોની હાલત કફોડી કરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.