આ મહિલા હાજીપુર બાબાની માનતા પુરી કરવા માથા પર 15 લિટર દૂધ લઈને ચાલી 250 કિલોમીટર દૂર બાબાની દરગાહે

0
172

આપણે સૌ મંદિરે જઈએ ત્યારે ભગવાન પાસેથી કંઈક ને કંઈક મનોકામના માગતા હોય છે. દેવી દેવતાઓ પોતાના ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે. અમુક વખત ઘણા લોકો ખૂબ જ કઠોર માનતાઓ પણ માગે છે. ત્યારે સૌરાષ્ટ્રની એક મહિલાએ એવી જ એક માનતા રાખી છે.

આ મહિલાની માન્યતા છે કે, તે માથા પર 15 લીટર દૂધ લઇને 250 કિલોમીટર હાજીપીર ચાલીને પોતાની માનતા પૂરી કરવા જશે. ભુજ તાલુકામાં રણ કાંધીએ હાજીપીર બાબાની દરગાહ આવી છે. આ મહિલાનું નામ નશીમબહેન છે. તેઓ મોરબીના રહેવાસી છે.

તેઓ અન્ય સાથીદાર મહિલાઓ સાથે હાજીપીર બાબાની દરગાહ પર પગપાળા જવા માટે નીકળ્યા છે. તેઓ માથા પર 15 લીટર દૂધ લઈને મોરબી થી હાજીપર જઈ રહ્યા છે. નશીમબહેને એક માનતા માંગી હતી તે માનતા પૂરી થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર નશીમબહેનના પુત્રને ગંભીર બીમારી હતી.

બાર વર્ષના લાંબા સમયથી તેમના પુત્રની સારવાર ચાલી રહી હતી. ત્યારે સારવાર દરમિયાન ડોક્ટરોએ પણ કહી દીધું હતું કે, તમારા પુત્રનો ઈલાજ નથી. તમે તમારા પુત્રને ઘરે લઈ જા. પરંતુ આવા સમયમાં નશીમબહેને બાબા હજીપીરને યાદ કર્યા હતા.

અને માનતા લીધી હતી કે જો મારો પુત્ર સારો થઈ જશે તો હું 15 દૂધ માથે ઉપાડીને પગપાળા હાજીપીર બાબાની દરગાહે આવીશ. મળતી માહિતી અનુસાર નશીમબહેનનો દીકરો સાજો થઇ ગયો છે અને પછી નશીમબહેને પોતાની માનતા પૂરી કરવા માટે 15 લીટર દૂધ લઈને પગપાળા મોરબીથી 250 કિલોમીટર દૂર હાજીપીર બાબાની દરગાહ પર જવા નીકળ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.