સલામ છે આ વીરાંગનાને,આ મહિલાએ એક સાથે બચાવ્યા 24 લોકો ના જીવ,વાત જાણીને તમે પણ કરશો સલામ

0
19

સરકારી બસ ના ડ્રાઇવર ને બસ ચલાવતી વખતે અચાનક જ વાઈ આવતા તે પોતાની સીટ પરથી નીચે પડતાં બસ બેકાબૂ થઈ અને બસ ખીણમાં પડે તે પહેલાં આ મહિલાએ સાહસ દાખવીને ડ્રાઇવર સીટ પર બેસીને 24 લોકો ના જીવ બચાવ્યા હતા.

મહિલાનો આ સાહસ નો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો.પુણે માં રહેતા યોગીતા ધમેન્દ્ર સાતવ નામની મહિલાએ ન માત્ર બસ ને ખીણ માં ખાબકતા ઉગારી પરંતુ 10 કિલોમીટર સુધી ચલાવીને તમામ યાત્રિકોને સુરક્ષિત સ્થાને પહોચાડ્યા હતા

એટલું જ નહિ બસ ના ડ્રાઇવર ને સારવાર માટે એક પ્રાઇવેટ હોસ્પિટલ માં દાખલ કરાવ્યો હતો.મળતી માહિતી મુજબ પુણેના વાઘોલીની 24 મહિલાઓનું ગ્રુપ 7 જાન્યુઆરી ના રોજ ફરવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.

આ દરમિયાન ડ્રાઇવર ને વાઈ આવતા તે પડી ગયો અને બધા લોકો ડરી ગયા અને રડવા લાગ્યા ત્યારે આ મહિલાએ સાહસિકતા બતાડીને ડ્રાઇવર સીટ સંભાળી અને લોકો ના જીવ બચાવ્યા હતા.

યોગીતા એ જણાવ્યું કે 10 કિલોમીટર સુધી બસ ચલાવીને તેમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોચાડ્યા.વાઘોલી ગામના પૂર્વ સરપંચ જયશ્રી સાતવ પાટીલે પોતાના સહયોગી અને પિકનિક ના આયોજક આશા સાથે યોગીતા સાતવને ઘરે જઈને તેમને સન્માનિત કર્યાં