કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટી,આ વર્ષે કપાસના ભાવ માં થયો આટલા હજાર રૂપિયાનો મોટો ઉછાળો,ખેડૂતો માં ખુશી નો માહોલ

0
43

આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. કપાસ ના ભાવ વધવાનું એકમાત્ર કારણ એ છે આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઓછું ઉત્પાદન થયું હતું અને માંગ વધારે હોવાના કારણે કપાસના ભાવ એતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે.

સારી ક્વોલિટીના કપાસના ભાવ ખૂબ જ સારા એવા ભાવ બોલાય રહ્યા છે.અમદાવાદ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8880 થી 10,005 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8375 થી 10350 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8895 થી 9990 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મહેસાણા માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8297 થી લઈને 10595 રૂપિયા સુધી પહોંચી ગયા છે.જૂનાગઢ માર્કેટ યાર્ડ માં પણ કપાસના ખૂબ જ સારા ભાવ બોલાતા 8895 નો આંકડો સામે આવી રહ્યો છે. મોરબી માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8285 થી 10,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 8900 થી 10530 રૂપિયા પહોંચી ગયો છે.સૌરાષ્ટ્રના કાઠીયાવાડી માર્કેટ યાર્ડના કપાસના ભાવ ખૂબ ઉંચા પ્રમાણમાં બોલાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના કાઠિયાવાડી કપાસના ભાવ 2250 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

સારી કોલેટી ના કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે કમોસમી માવઠાને કારણે અનેક પાકને નુકસાન થયું છે જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા દરેક પાકોની ટેકાના ભાવે ખરીદી માટે જાહેરાત કરવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.