મોગલમાં ની માનતા પુરી કરવા આ યુવક લાખો રૂપિયા લઈને આવ્યો મોગલધામ અને પછી થયું એવું કે…

0
168

ભારત એક ધાર્મિક દેશ છે. ભારતમાં ઘણા બધા મંદિરો આવેલા છે કે જ્યાં ભક્તો દૂરદૂરથી દર્શનાર્થે આવે છે. ત્યારે આજે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરીશું જ્યાં મોગલ માતા સાક્ષાત બિરાજમાન છે.આ મંદિરે આવતા ભક્તો ખાલી હાથે પાછા ફરતા નથી. થોડા દિવસ પહેલા એક યુવકે માતાની માનતા રાખી હતી. અને કહ્યું હતું કે માનતા પૂરી થયા પછી ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ચડાવી.

યુવકની માનતા પૂરી થયા પછી તેમનો આખો પરિવાર મોગલ ધામ કબરાઉ માં પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા અને તેમને મણીધર બાપુ ને ત્રણ લાખ વીસ હજાર રૂપિયા આપ્યા.માં મોગલ તો પોતાના દરેક ભક્તોની ઇચ્છા પુરી કરે છે. બસ ખાલી અડગ મન અને શ્રદ્ધા રાખી માતાનું નામ લેતા બધું હાજર કરી દે છે.

આ યુવકે માનતા પૂરી થતા મણીધર બાપુ ના હાથમાં પૈસા મુક્યા એટલે બાપુ એ પૂછ્યું કે મા મોગલ તમારી માનતા પુરી કરી.પરિવારના લોકોએ કહ્યું હા મારી માનતા પૂરી થઈ ગઈ. અને આજે અમે માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ. ત્યારે મણીધર બાપુ એ તે બધા પૈસા પોતાના હાથમાં લીધા અને તેમાં બે રૂપિયા ઉમેરીને તે પૈસા ના બે ભાગ

કરીને સરખે ભાગે તેમની સાથે આવેલી બે મહિલાને આપ્યા. અને કહ્યું કે મા મોગલે તમને આ રૂપિયા આપ્યા છે.મોગલ માતાજી ને આ પૈસાની કોઇ જરૂર નથી. માં મોગલ તો આપનાર છે લેનાર નથી. મણીધર બાપુએ કહ્યું આ પૈસા કોઈ સારી જગ્યાએ વાપરજો જેથી માં મોગલ તમારા પર ખુશ થશે.

ત્યારબાદ આ મહિલાઓએ મણીધર બાપુના આશીર્વાદ લીધા અને બાપુએ પણ દીકરાઓને માથે હાથ મુકીને આશીર્વાદ આપ્યા. અને કહ્યું કે માં મોગલ માં વિશ્વાસ રાખજો પણ ક્યારેય અંધશ્રદ્ધા ના રાખતા. અંધશ્રદ્ધા માં ખોટા પૈસા ન વાપરતા. બાપુની આ વાતથી ત્યાં ઉપસ્થિત તમામ લોકો ખુશ થઈ ગયા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.