પાટડીની આ યુવતીએ કેન્સર પીડિતો માટે પોતાના વાળનું દાન કરીને, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે…

0
37

પાટડીની 25 વર્ષની યુવતીએ કેન્સર પીડિત દર્દીઓને પોતાના વાળનું દાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી અનુસાર 25 વર્ષીય ડબલ ગ્રેજ્યુએટ યુવતીએ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના વાળનું દાન કર્યું હતું. દાન કરનાર દીકરીનું નામ વૃતિ મુકેશભાઈ છે. તેને MA ઇંગ્લીશ, પીજીડીસી સુધીનો અભ્યાસ કર્યો છે.

તે પાટડી પાંચહાટડી વિસ્તારમાં આવેલ અધ્યારૂના ડહેલામાં રહે છે. દીકરી વૃત્તિએ પોતાના લાંબા અને કાળા વાળ કેન્સરપીડિત બહેનો માટે દાન કર્યા છે. મળતી માહિતી અનુસાર દીકરી વૃત્તિ છેલ્લા ઘણા સમયથી માનવસેવા માટે કંઈક કરવાનું ઈચ્છતી હતી.

તેના કારણે દીકરીએ મદાત ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ ની પસંદગી કરી હતી. દીકરીએ એજ્યુકેશન ઓફ સોશિયલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના રેસિડેન્સ તૃપલ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દીકરી ઋતુએ પોતાના લાંબા કાળા અને ચમકદાર વાળનું દાન કરવાનું નક્કી કર્યું હતું.

દીકરીએ પ્રેસિડન્ટની કહ્યું કે, સ્ત્રી માટે માથાના વાળની મૂલ્ય શું છે તે હું સમજુ છું. ઘણી સ્ત્રીઓ બીમારીથી પોતાના વાળ ગુમાવી બેસે છે. આવી સ્ત્રીઓની પીડા અને વેદના હું સારી રીતે સમજું છું. તેથી આ બહેનો માટે હું મારા વાળનું દાન કરવા માગું છું.

વૃદ્ધિના માતા ઉષાબેન અને પિતા મુકેશભાઈ કહ્યું કે, લોકો રક્તદાન તેમજ વિવિધ અંગોનું દાન કરીને માનવ સેવા કરતા હોય છે. અમારી દીકરી વૃત્તિ કેન્સરની બિમારીમાં વાળ ગુમાવેલી બહેનો માટે પોતાના વાળનું દાન કરવા ઈચ્છતી હતી તે અમે ખુશી થી વધાવી લીધું છે.

અમારી દીકરી વૃત્તિને તેના લાંબા વાળ ખુબ જ ગમતા. પરંતુ દીકરી વૃત્તિએ પોતાના વાળનું દાન કરીને માનવંતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમારી દીકરી પર અમને ખૂબ જ ગર્વ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.