રશિયા અને યુક્રેનના યુદ્ધની વાતોથી કંટાળીને દુકાનદારે કાઉન્ટર પર લખ્યું કે, અહીંયા કાઉન્ટર પાસે ઉભા રહીને યુદ્ધની વાતો કરવી નહીં…

0
21

યુક્રેન અને રશિયા વચ્ચેના વિવાદો દિવસેને દિવસે વધી રહ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેનો સાચો આંકડો સામે આવ્યો નથી. હાલમાં ચારેય બાજુ જ્યાં જોઈએ ત્યાં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ ની વાતો જ થઈ રહી છે. યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.

આખો દિવસ ન્યુઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં યુક્રેન અને રશિયાના યુદ્ધના જ ન્યુઝ આવે છે. આ ઉપરાંત સમગ્ર દેશભરમાં લોકો જ્યાં મળે ત્યાં યુક્રેન અને રશિયાના યુદ્ધની વાતો જ કરે છે. ત્યારે કીમ પૂર્વમાં આવેલા શૈલેષ સાટીયા નામના વ્યક્તિ પાનની દુકાન ચલાવે છે.

અને તેઓ રશિયા અને યુક્રેનના યુદ્ધની વાત સાંભળીને કંટાળી ગયા છે. તેમની દુકાને દિવસભર આવતા ગ્રાહકો કલાકો સુધી કાઉન્ટર પાસે ઉભા રહીને યુદ્ધની વાતો કરે છે. દુકાનદાર શૈલેષ ભાઈ નું કહેવું છે કે, ઘરના લોકો જેમની વાત નથી માનતા તેવા લોકો પણ અહીં આવીને યુક્રેન અને રશિયા ની વાતો કરે છે.

આ છે રશિયા અને યુક્રેનને શું કરવું એવી સલાહ આપે છે. ત્યારે શૈલેષભાઈ આ વાતથી ખૂબ જ કંટાળી ગયા છે. ત્યારે શૈલેષભાઈ યુદ્ધની વાત થી કંટાળીને દુકાન પર આવતા ગ્રાહકોને સુચના બોર્ડ મારી યુદ્ધની વાત ન કરવા માટે અપીલ કરી હતી. શૈલેષ ભાઈ નું કહેવું છે કે જ્યારે હું વહેલી સવારે દુકાન ખોલી ત્યારથી લઈને મોડી રાત સુધી લોકો અહીં ઉભા રહીને રશિયાને યુક્રેનના યુદ્ધની જ વાત કરે છે.

એટલું જ નહીં પરંતુ રશિયા અને યુક્રેનની વાત કરતા અહીં લોકો વચ્ચે પણ માથાકૂટ થઇ જાય છે. આ બધાથી કંટાળીને શૈલેષભાઈ આખરે કાઉન્ટર પાસે લખાણ લખ્યું કે, ” અહીં કાઉન્ટર પાસે ઉભા રહીને યુક્રેનની વાત કરવી નહીં”

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.