દસ રૂપિયામાં નોકરી કરતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ગુજરાતના આ ગામના છે, આજે ખૂબ જ પૈસો હોવા છતાં જીવે છે સાધારણ જીવન અને એક કાર્યક્રમની આટલી ફી વસુલે છે…

0
599

મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા કલાકારો છે અને દરેક કલાકારોએ ગુજરાતી સંસ્કૃતિ અને લોક ડાયરાઓ અને પોતાની આગવી ઓળખ દેશ વિદેશમાં પ્રખ્યાત બનાવી દીધી છે ત્યારે આજના સમયમાં ઘણા બધા કલાકારો નો વિદેશમાં ખૂબ મોટું નામ છે ત્યારે સામાન્ય જીવન અનેક કલાકારો જીવી રહ્યા છે ત્યારે લોકપ્રિયતા મળ્યા પછી સામાન્ય જીવન જીવવું તેના કરતાં મોટી વાત કહેવાય છે.

આજે આપણે ગુજરાતના એવા એક હાસ્ય કલાકાર વિશે વાત કરવાના છીએ તેને હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા એવા ધીરુભાઈ સરવૈયા ને તો આપણે બધા જાણતા જશું. ધીરુભાઈ સરવૈયા ના અંગત જીવણ વિશે ઘણા બધા ઓછા લોકો જાણે છે અને આજે આપણે તેના અંગત જીવન અને અનોખી વાતો આજે તમને કરવા જઈ રહ્યા છીએ.

તમને બધા લોકોને જાણીને નવાઇ લાગશે કે ધીરુભાઈ સરવૈયા હાસ્યનો કાર્યક્રમ ઉપરાંત ગામડાની અંદર ખેતી પણ કરે છે. ધીરુભાઈ સરવૈયા ના પરિવાર ની અંદર તેમના પિતા પત્ની અને પરણીત દિકરો ઉપરાંત પુત્રવધુ છે. ધીરુભાઈ સરવૈયા પોતાના ગામની અંદર ખૂબ જ સાદુ જીવન જીવે છે અને ગામડામાં રહીને થ્રી બીએચકે ઘર છે અને ઘરથી થોડેક કિલોમીટર દૂર તેમની વાડી આવેલી છે

ત્યાં પણ પાકું મકાન છે અને વાડીની અંદર ટ્રેક્ટર દ્વારા ધીરુભાઈ સરવૈયા ખેતી કરે છે.તેમના અભ્યાસ વિશે વાત કરવામાં આવે તો તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ ખીરસરામાંથી લીધું છે અને તેઓએ ચાર ચોપડી અભ્યાસ કર્યો છે અને સંગીતની વાત કરવામાં આવે તો ધીરુભાઈ સરવૈયા ને સંગીત વારસામાં મળ્યું છે અને તેઓ નાનપણથી જ દુહા અને છંદ ઉપરાંત ભજન ગાતા હતા.

ધીરુભાઈ ધીરે ધીરે હાસ્ય કલાકાર બની ગયા અને પોતાના જીવનમાં અનેક પ્રકારના સંઘર્ષો કર્યા બાદ તેઓ પહેલી વખત માલવયા કોલેજની અંદર કાર્યક્રમ મળ્યો હતો અને દૈનિક દસ રૂપિયાના પગારે ધીરુભાઈ સરવૈયા એ આર કે ફોરજી પ્લાન્ટમાં છ વર્ષ નોકરી પણ કરેલ છે. ત્યાર પછી ધીરે ધીરે હો તેવો હાસ્ય કલાકાર બની ગયા અને 40 થી પણ વધારે દેશોની અંદર પોતાનો કાર્યક્રમ કરી ચૂક્યા છે અને હાલમાં તેઓ 60,000 થી 1.5 લાખ રૂપિયા સુધીની એક કાર્યક્રમની ફી વસૂલ કરે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.