જલ્દી ખરીદો સોનું, આજરોજ સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો ધરખમ ઘટાડો,જાણો આજના લેટેસ્ટ ભાવ

0
887

જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આ દિવસોમાં બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. સોનુ તેની સર્વકાલીન ઉચ્ચ સપાટી થી 4308 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાય રહ્યું છે જ્યારે ચાંદી 11289 રૂપિયા પ્રતિ કિલો સસ્તુ વેચાય છે.આજરોજ કારોબારી અઠવાડિયાના પ્રથમ દિવસે પણ સોના અને ચાંદી માં થોડો નજીવો વધારો જોવા મળ્યો હતો.

આપણે જણાવી દઈએ કે હાલમાં સોનું 51900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 68700 રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળી રહી છે. ઇન્ડિયન બુલ એન્ડ જ્વેલર્સ એસોસિયેશન રજાઓને કારણે શનિવાર અને રવિવાર ના રોજ સોના અને ચાંદીના દરરોજ જાહેર કરતું નથી પરંતુ ગુરુવારે આ કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સોનાની કિંમતમાં થોડો વધારો થયો હતો

અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો હતો. ગુરુવારની સરખામણીએ શુક્રવારે સોનુ 74 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 827 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વધારો થયો હતો.શુક્રવારે સોનુ તેની ઓલટાઇમ હાઇ રેટ કરતા 4308 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ વેચાય રહ્યું હતું અને તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020 માં સોનુ તેની સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું.

તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તે સમયે ચાંદી તેના ઉચ્ચતમ સ્તર થી લગભગ 11289 રૂપિયા પ્રતિ કિલો ના દરે સસ્તી થઈ રહી છે અને ચાંદીનો ઓલટાઇમ હાઇ લેવલ 79980 રૂપિયા પ્રતિ કિલો છે.જો સોનાના ભાવ ની વાત કરવામાં આવે તો ચેન્નાઇ માં 24 કેરેટ સોનુ 52840 રૂપિયા અને 22 કેરેટ સોના ના 48440 રૂપિયા છે.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.